- નાસા અને અમદાવાદની કંપનીએ ટાઇ-અપ ઘર આંગણે વેન્ટીલેટરનું ઉત્પાદન કર્યુ શરૂ
- વેન્ટીલેટરની બીજી બેચ 25 મી મેના રોજ માર્કેટમાં ઉતારવા જઇ રહી છે
- બાઇપાઇપ અને વેન્ટીલેટર એક સાથે, અધતન સુવિધા શરૂ વેન્ટીલેટર લોકોને સુવિધામાં કરશે વધારો
અમદાવાદઃ વટવામાં આવેલી એક ખાનગી કંપની દ્વારા વેન્ટીલેટર બનાવવામાં આવી રહ્યા છે. અને બીજી બેચ આગામી 25 મી મેના રોજ માર્કેટમાં ઉતારી પણ દેવામાં આવશે. આ બીજી બેચમાં 200 વેન્ટીલેટર છે, જે અમદાવાદ સહિત રાજયની વિવિઘ હોસ્પિટલો અને અન્ય રાજયોમાં સપ્લાય કરવામાં આવે છે. જોકે આ કંપનીના વેન્ટીલેટર નાસા દ્વારા આપવામાં આવેલી ડીઝાઇન કરતા પણ લેટેસ્ટ બનાવવામાં આવ્યા છે.
ETV Bharatની ટીમે લીધી મુલાકાત
અમદાવાદની આ ખાનગી કંપનીની ETV Bharatની ટીમ દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જયાં કઇ રીતે વેન્ટીલેટર બનાવવામાં આવી રહ્યા છે. તેમનું જાતે જ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. અને વેન્ટીલેટરની તમામ વિગતો જાણવામાં આવી છે. વેન્ટીલેટર બનાવતા ઇજનેર, ડિઝાઇનર, સોફટવેર ડેવલપર્સ, સેલ્સ મેનેડર, કંપનીના સંસ્થાપક સાથે ખાસ વાતચીત પણ કરી હતી.
દક્ષિણ ભારતમાં માત્ર એક અમદાવાદની કંપની
‘સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસને લઇને નાસાએ એક વેન્ટીલેટરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિશ્વની કંપનીઓ પાસે વેન્ટીલેટરનું ઉત્પાદન કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 5 હજાર જેટલી કંપનીઓએ અરજી કરી હતી. જેમાંથી નાસાએ 300 કંપનીઓને બોલાવી હતી. જેમાંથી વિશ્વની 27 કંપનીઓ સાથે નાસાએ વેન્ટીલેટરનું ઉત્પાદન કરવા માટે ટાઇ-અપ કર્યુ છે. જેમાં ખાસ કરીને ભારતની 4 કંપનીઓ સામેલ થઇ છે. તેમાં એક કંપની ઉત્તર અને દક્ષિણ ભારતમાં અમદાવાદની એક જ કંપનીને પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો : વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સિસ્ટમ અસરકારક
બીજી બેચના વેન્ટીલેટર ફક્ત ભારત માટે
‘કોરોનાની પહેલી લહેરમાં આ કંપની દ્વારા 42 વેન્ટીલેટર બનાવ્યા હતા. પરંતુ વેવ પૂર્ણ થતા વિશ્વના અન્ય દેશોમાં સપ્લાય કરી દેવામાં આવ્યા હતા. તો કોરોનાની બીજી લહેરમાં ભારતને સૌથી મોટી અસર દેખાઇ છે. અને વેન્ટીલેટરની પણ અછત સર્જાઇ રહી છે. ત્યારે બીજી બેચમાં બનાવવામાં આવનારા 200 વેન્ટીલેટર ભારતમાં જ સપ્લાય કરવામાં આવશે.’
તમામ ચકાસણી બાદ વેન્ટીલેટર હોસ્પિટલમાં આવશે
‘વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યા બાદ 72 કલાક સુધી તેમને ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવે છે. હાલમાં વેન્ટીલેટરમાં આગ લાગવામા બનાવો વધી રહ્યા છે. જેને લઇને તમામ વસ્તુઓની ચકાસણી કર્યા બાદ જ વેન્ટીલેટરને ફાઇનલ કરવામાં આવે છે. આ વેન્ટીલેટરને બાય પાઇપ તરીકે પણ વાપરી શકાય છે. અને જો ઓક્સિજન પૂર્ણ થઇ 30 ટકા ઓક્સિજન હવામાંથી મળતો રહે તેવી સુવિધા પણ રાખવામાં આવી છે. સામાન્ય વેન્ટિલેટરમાં બાયો પેપ અને હાઈ ફલો હોતું નથી જ્યારે આ વેન્ટિલેટર બંને સુવિધા પણ રાખવામાં આવી છે.’
આ પણ વાંચો : નાસાએ ત્રણ ભારતીય કંપનીઓને વેન્ટીલેટર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો
માત્ર 4 લાખની કિંમતે વેન્ટીલેટર
‘હાલમાં વેન્ટિલેટર વિદેશની કંપનીઓ દ્વારા ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. જેમની સરેરાશ 20 લાખથી 25 લાખ રૂપિયા જેટલો ભાવ છે. પંરતુ અમારી કંપની દ્વારા બનાવામાં આવી રહેલા વેન્ટીલેટરનો ભાવ તમામ સુવિધા સાથે 4 લાખ 10 હજાર રૂપિયા જ રાખવામાં આવ્યો છે. જેમાં 70 ટકા સ્પેરપાર્ટસ તો એવા છે કે જે ભારતમાં જ બની રહ્યા છે. અને તેમને જ વાપરવામાં આવી રહ્યા છે.’
ડૉક્ટર જાણી શકશે મોબાઇલ દ્વારા દર્દીની સ્થિતી
‘કંપની દ્વારા બનાવવામાં આવેલા વેન્ટીલેટરમાં ખાસ સુવિધા રાખવામાં આવેલી છે. જેનાથી ડોક્ટર પોતાના મોબાઇલમાં દર્દીની સ્થિતિ જાણી શકે છે. એક એવો સોફટવેર બનાવવામાં આવ્યો છે. જેમાંથી વેન્ટીલેટરની સ્થિતિમાં કઇ છે. દર્દીને કેટલા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તેમની લાઇવ સ્થિતિ ડોક્ટર પોતાના મોબાઇલમાં જ જાણી શકે છે. સમગ્ર સ્થિતિની PDF પણ ફાઈલ આવશે, જે અન્યને મોકલી શકાય છે.’