અમદાવાદઃ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા મંત્રી તરીકે મેં અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-૨૦૨૦ ના પાક માટે આગામી ૭ મી જુન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતાં ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતાં ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નર્મદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર વર્ષની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરીને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.
