અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી (Narmada Water Resources Gujarat) પર ભાજપ સરકાર રાજનીતિ કરી રહી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેવાડાના ગામો હજુ પણ નર્મદાના પાણી (Narmada Water In Gujarat Villages)થી વંચિત છે. ગુજરાતના પડોશી રાજ્યો પાસેથી નર્મદા મુદ્દે લેવામાં આવતી રકમ લેવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)ના સત્રમાં આજે નર્મદા ડેમ અને નર્મદાના પાણીના મુદ્દે ચર્ચામાં આવી હતી.
ભાજપ સરકાર નર્મદા નદી પર રાજનીતિ કરી રહ્યું છે- કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નર્મદા નદી એ આપણી જીવાદોરી છે. આ નર્મદા નદી પર ડેમ (Dam on Narmada river) બાંધવાનું કામ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. 2001 પહેલાની કોઈ પાર્ટીએ આ નદી પર રાજનીતિ કરી નથી, પણ 2001 પછી ભાજપ સરકાર નર્મદા નદી પર રાજનીતિ કરી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો અને છેવાડાના ગામોને નર્મદાના પાણીનો લાભ (Narmada Water To Farmers In Gujarat) મળવો જોઈએ તે લાભ મળ્યો નથી.
આ પણ વાંચો: Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
નહેરુએ નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો- ગુજરાતમાં નર્મદા નદી પર પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ડેમનો પાયો નાંખવામાં આવ્યો હતો અને સરદાર વલ્લભ ભાઈ પટેલનું સપનું હતું કે ગુજરાતના છેવાડાનાં ગામોમાં પાણી પહોંચે. પણ આજે ભાજપ સરકારની કૂટ રાજનીતિથી ખેડૂત વંચિત રહ્યો છે. કોંગ્રેસે આ યોજના માટે 85 મીટર ઊંડો પાયો નાંખી બાંધકામ કર્યું હતું. તેમ છતાં કોઈ રાજનીતિ કરવામાં આવી નહોતી, પણ ભાજપે 27 વર્ષમાં માત્ર 47 મીટર બાંધકામ કર્યું છે તો તેના પર રાજનીતિ કરી રહ્યું છે.
નર્મદા માટે પૂરતું બજેટ હોવા છતાં કામ કરવામાં આવ્યું નથી- નર્મદાની મુખ્ય કેનાલ (main canal of narmada)માંથી પાણી શાખા, પ્રશાખાથી છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવે તેવી કોઈ યોજના કરવામાં આવી નથી. આજે રાજ્યમાં 7 હજાર કિમી કેનાલોના કામ બાકી છે. જે 2010માં ડેમની 135 મીટર ઊંચાઈ હતી, ત્યારે કચ્છમાં પાણી (Narmada Water In Kutch) પહોંચાડવામાં આવતું હતું. પણ આજે એ જ ડેમની ઊંચાઈ 137 મીટર છે. તેમ છતાં કચ્છમાં પાણી પહોંચાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં ફાળવેલી નર્મદા નીર માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન
પાડોશી રાજ્યો પાસેથી નર્મદાની બાકી રકમ લેવામાં આવતી નથી- ગુજરાતમાં નર્મદા ડેમની યોજના (Sardar Sarovar Dam)અંતર્ગત પાડોશી રાજ્યો રાજસ્થાન પાસેથી 556 કરોડ, મધ્યપ્રદેશ પાસેથી 4,953 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 1,715 કરોડ જેમ કુલ મળીને આશરે 7,200 કરોડ જેટલી રકમ લેવાની બાકી હોવા છતાં લેવામાં આવતા નથી. જેમાં છેલ્લા 2 વર્ષમાં મહારાષ્ટ્ર પાસેથી 38 કરોડ, રાજસ્થાન પાસેથી 12.41 કરોડ રુપિયા જ લેવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશ પાસે એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી.
ગુજરાતના વડાપ્રધાન હોવા છતાં ગુજરાત સાથે અન્યાય- નર્મદા યોજના કામ (Narmada river scheme) માટે ગુજરાત સરકાર દ્વારા 2,101 કરોડની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં વડાપ્રધાન ગુજરાતના હોવા છતાં ગુજરાત સાથે અન્યાય કરીને માત્ર 1,020 કરોડની જ ફાળવણી કરવામાં આવી હતી.