અમદાવાદ : આઝાદીના 75માં વર્ષની ઉજવણી (azadi ka amrit mahotsav) કરવામાં આવી રહી છે, ત્યારે તેને લઈને સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન (Har ghar tiranga champion) પણ ઉજવવામાં આવી રહ્યું છે. આ તકે દેશમાં અનેક પ્રતિભાઓની (Nari Shakti) વાતો સામે આવતી હોય છે, જે અલગ અલગ ક્ષેત્રોમાં પોતે મહારથ હાંસલ કર્યું છે, તેવા જ નીમાબહેન આચાર્ય, કે જેઓ ગુજરતા વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. તેઓ વ્યવસાયે ગાયનેક ડૉકટર અને તેમના પતિ ભાવેશ આચાર્ય પણ ડૉકટર છે. નીમાબહેનનો જન્મ 12 ડીસેમ્બર, 1947ના રોજ સુરેન્દ્રનગરના દુધરેજમાં થયો હતો. તેઓ ભણી ગણીને MBBS, DGO, MD (ગાયનેક-ઓબ્સ્ટ્રેટિક) થયા હતા. (Indian Independence Day)
આ પણ વાંચો : હર ઘર તિરંગા: ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તથા સંતો ઉત્સાહભેર જોડાશે
રથયાત્રા રાજકારણમાં નિમિત બની : 1990માં કચ્છમાં મહિલા આત્મહત્યાનું પ્રમાણ ખુબ વધી ગયું હતું. મહિલાઓમાં આ સમસ્યા સંબધી જાગૃતિ લાવાવા માટે અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ સમિતિની સ્થાપના કરી હતી. જેનાં અંતર્ગત ગાંધીધામથી ગઢશીશા 100 કિલોમીટરની મહિલા આત્મહત્યા નિવારણ રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં સ્વામી સચ્ચિદાનંદ જોડાયા હતા. ગઢશીશીમાં રથયાત્રાની પુર્ણાહૂતિ સંમેલનમાં 10,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યથી પ્રભાવિત થઈને ગુજરાત સરકારે માત્ર 15 દિવસમાં જ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના (Gujarat Women Economic Development Corporation) ચેરમેન બનાવ્યા હતા, ત્યાથી તેમનો અણધાર્યો રાજકારણમાં પ્રવેશ થયો હતો.
કોરોનાકાળમાં સેવાકીય પ્રવૃતિ : નીમાબહેન આચાર્યએ રાજકારણી હોવા સાથે તેઓ સેવાકીય પ્રવૃત્તિ ખુબ જ ઉદાર હાથે કરે છે. કોરાનાકાળ દરમિયાન કાપડના એક લાખથી વધારે માસ્ક બનાવીને વિનામુલ્યે વિતરણ કર્યું હતું. કોરોનાગ્રસ્ત પરિવારોને 13,000થી વધારે નિશુલ્ક ટિફિન સેવા પુરી પાડી હતી. જરૂરિયાતમંદ પરિવારોને 8,000થી વધારે રાશનકિટનું વિતરણ કર્યું હતું, તેમજ ભુજમાં હંગામી ધોરણે આધુનિક સગવડ ધરાવતી 50 બેડની કોરોના હોસ્પિટલની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો : Har Ghar Tiranga : ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર
પ્રથમ મહિલા પ્રોટેમ સ્પીકર : 27 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પીકર પદ માટે નીમાબહેન આચાર્યના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ બાદ, કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ સંમતિ આપી હતી. આમ તેઓ 14મી ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે બાદ પ્રથમ વખત રાજ્યની વિધાનસભામાં એક મહિલા અધ્યક્ષ તરીકે નીમાબહેન આચાર્યનું નામ છે.