ન્યૂઝ ડેસ્ક : દેશમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર (Naresh kanodiya) નરેશ કનોડિયા અને મહેશ કોનડિયાની (Mahesh kanodiya) બેલડીને સંયુક્ત મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કુલ 5 ગુજરાતીઓને આ એવોર્ડ (Padma Shree Award 2021) એનાયત કરવામાં આવ્યો છે.
મહેશ કનોડિયાનું સંઘર્ષ ભરેલું સફળ જીવન
મહેશ કનોડિયાનું સફળ જીવન તેમના સતત ને સખત સંઘર્ષને આભારી છે. તેઓ તેમના સંઘર્ષના દિવસોમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. તેમના ગળામાં કુદરતી બક્ષિસ હતી. તેઓ સ્ત્રીના અવાજમાં પણ સુંદર રીતે ગાઈ શકતા હતા. 1980ના દાયકમાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કર્યું હતું. મહેશ કનોડિયાએ વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાયબો મારો ગુલાબનો છોડ સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક કંપોઝ કર્યું હતું.
- મહેશ કનોડિયાને એનાયત થયેલા એવોર્ડ આ પ્રમાણે છે
- વર્ષ 1970-71માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે
- વર્ષ 1974-75માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે
- વર્ષ 1980-81માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
- વર્ષ 1980-81માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
- વર્ષ 1981-82માં શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે
- વર્ષ 1991-92માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે
- મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો મહેશ કનોડિયાનો જન્મ
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ સાધારણ હતી. તેઓ વણાટકામ કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતાં. મહેશ કનોડિયાએ ઘણી નાની ઉંમરમાં જ તેમના ભાઈ નરેશ કનોડિયા સાથે સ્ટેજ પર પ્રોગ્રામ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે મહેશ કનોડિયા સ્ટેજ પ્રોગ્રામ આપતા ત્યારે તેમના ભાઈ નરેશ કનોડિયા એન્કરિંગ કરતા હતા. બાદમાં તેઓ 'મહેશ-નરેશ'ની જોડીથી પણ ઘણા લોકપ્રિય થયા હતા.
નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી. જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં હતા.
નરેશ કનોડિયાએ કુલ 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી.
8 કલાકમાં બન્ને ભાઈઓના મોત, એક જ સ્મશાનગૃહમાં થશે વિધિ
ઉલ્લેખનીય છે કે, 48 કલાકની અંદર જ બન્ને ભાઈઓના દુઃખદ અવસાન થયાં હતા, આ અગાઉ, પેરાલીસીસના કારણે છેલ્લાં કેટલાય વર્ષોથી મહેશ કનોડિયા બેડ રેસ્ટ ઉપર હતાં ત્યારે અમુક દિવસો પહેલાં જ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ હિન્દી ફિલ્મનું ગીત તેરે બિના ભી કયા જીના ઓ સાથી રે એક સાથે ગાયું હતું અને વિડીયો પણ શેર કર્યો હતો. ત્યારે આ ગીત ખરેખર તેમના જીવન સાથે જોડાયેલું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 25 ઓક્ટોબરના દિવસે મહેશ કનોડિયા અને 27 ઓક્ટોબરના દિવસે નરેશ કનોડિયાનું અવસાન થયું હતું.
આ પણ વાંચો: