ETV Bharat / city

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાને CM વિજય રૂપાણીએ શ્રદ્ધાજંલિ પાઠવી

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું આજે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું છે. નરેશભાઈ કોરોના પોઝિટિવ હતા. 20 ઓકટોબરે તેઓ વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે તેઓ વેન્ટિલેટર પર હતા. પણ આજે સવારે તેમનું અવસાન થયાના સમાચાર આવ્યા છે.

superstar death
superstar death
author img

By

Published : Oct 27, 2020, 2:22 PM IST

  • મહેશ નરેશેની જોડીએ 150થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું
  • નરેશ કોનોડિયાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
  • 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું

અમદાવાદ: નરેશ કનોડિયાનું અવસાનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મી જગત શોકમાં ડુબ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાજંલિ પાઠવી છે. તેમજ અરવિંદ વેગડા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મના કલાકાર મયુર વાકાણીએ પણ તેમના કામને યાદ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. મહેશભાઈના નિધન થયાને બે દિવસ જ થયા હતા. ત્યાં નરેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા છે. જેથી ફિલ્મજગતમાં કહેવાતું હતું કે, મહેશ નરેશની બેલડી સ્વર્ગમાં જવા માટે પણ સાથે રહી છે.

નરેશ કનોડિયાનું અવસાનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મી જગત શોકમાં
નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું
નરેશ કનોડિયાએ 1970થી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 40 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. આ 40 વર્ષમાં નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જે તેમના માટે સૌથી મોટુ એચિવમેન્ટ હતું. નરેશ કનોડિયાને અનેક એવોર્ડ મળ્યા હતા. જેમાં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. 150 જેટલી ફિલ્માં મહેશ નરેશએ સંગીત આપ્યું હતું.
નરેશ કનોડિયાને CM વિજય રૂપાણીએ શ્રદ્ધાજંલિ પાઠવી

સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પીગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દશકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું હતુ. તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે, તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. વિજય રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પાઠવી છે.નહી રે ભુલાય નહી રે ભુલાય… નરેશ કનોડિયાના સંભારણા….

અરવિંદ વેગડાએ નરેશ કનોડિયા સાથેની યાદ તાજી કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. અરવિંદ વેગડાએ કહ્યું હતું કે હું નાનો હતો. ત્યારે મે મહેશ નરેશ કનોડિયાને સાંભળ્યા હતા. ત્યારે મે નક્કી કર્યું હતું કે મારે નરેશ કનોડિયા બનવું છે.એમના જેવા પરફોર્મર બનવું છે. ત્યારે મને સ્ટેજ પર જતા બીક લાગતી હતી. હું તેમને જ્યારે મળતો હતો ત્યારે તેમને હું કહતો હતો કે મારે તમારા જેવા બનવું છે. લોકોના હ્રદયમાં સ્થાન મેળવવું છે, ત્યારે નરેશ ભાઈ કહેતા નાના થઈને રહેવું, મઝા કરવી, લોકોના થઈને રહેવું, ગીત સંગીતની દુનિયામાં રહેવું. 77 વર્ષની ઊંમરે પણ એટલી જ એનર્જિ હતી. તેમના અનુભવો કહેતા હતા. કેટલી સ્ટ્રગલ કરી છે. તેઓ તેમના અનુભવોનું વર્ણન કરતાં હતા. મહેશ-નરેશ જોડી ખરેખર અદભૂત હતી.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ગીત સંગીતથી તેમણે મઢી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાકાણીએ પણ નરેશ કનોડિયા સાથેના સંભારણા શેર કર્યા હતા. ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનોડિયા આજે આપણી વચ્ચે રહ્યા નથી. તે ખુબજ દુઃખદ સમાચાર છે. બે દિવસ પહેલા મહેશભાઈનું અવસાન થયું, અને ત્યાર પછી આજે નરેશભાઈનું અવસાન થયું છે. તેમણે આપણને શું નથી આપ્યું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ગીત સંગીતથી તેમણે મઢી દીધી હતી. પોતોના અવાજથી મઢી હતી, સુંદર અભિનય આપ્યો હતો. 40 વર્ષ પહેલા મારા પપ્પા સાથે અખંડ ચુડલો ફિલ્મનું શુટિંગ જોવા ગયો હતો. ત્યારે મે તેમને પ્રથમ વખત જોયા હતા. તેમનો જબરજસ્ત ઓરા હતો. મને એમ થયું હતું કે મને તેમની ફિલ્મમાં કામ કરવા મળશે કે નહી. પણ સદભાગ્યે તેમની સાથે ને કામ કરવા મળ્યું હતું. નરેશભાઈ આટલી ઉંમરે ભાગ કોરોના ભાગ ગીત ગાયું હતું, અને સાથે ઢોલ વગાડીને ગાયું હતું. તેમનો જોમ જુસ્સો હતો. તે જોઈને હું ખૂબ ખુશ થયો હતો. પરિવારને સાંત્વના પાઠવું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું. તેમના આત્માને શાંતિ આપે.

  • આ પણ વાંચો :

વિધિની વક્રતા : આખી જિંદગી સાથે જીવનાર મહેશ-નરેશની જોડી તૂટી, અંતિમ સમયે ભાઈ મોઢું જોઈ નહિ શકે

ગુજરાતી ફિલ્મોના 'નરેશ' કનોડિયાનું પણ નિધન, કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કર્યુ હતુ કામ

  • મહેશ નરેશેની જોડીએ 150થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું
  • નરેશ કોનોડિયાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
  • 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું

અમદાવાદ: નરેશ કનોડિયાનું અવસાનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મી જગત શોકમાં ડુબ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાજંલિ પાઠવી છે. તેમજ અરવિંદ વેગડા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મના કલાકાર મયુર વાકાણીએ પણ તેમના કામને યાદ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. મહેશભાઈના નિધન થયાને બે દિવસ જ થયા હતા. ત્યાં નરેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા છે. જેથી ફિલ્મજગતમાં કહેવાતું હતું કે, મહેશ નરેશની બેલડી સ્વર્ગમાં જવા માટે પણ સાથે રહી છે.

નરેશ કનોડિયાનું અવસાનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મી જગત શોકમાં
નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું નરેશ કનોડિયાએ 1970થી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 40 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. આ 40 વર્ષમાં નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જે તેમના માટે સૌથી મોટુ એચિવમેન્ટ હતું. નરેશ કનોડિયાને અનેક એવોર્ડ મળ્યા હતા. જેમાં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. 150 જેટલી ફિલ્માં મહેશ નરેશએ સંગીત આપ્યું હતું.
નરેશ કનોડિયાને CM વિજય રૂપાણીએ શ્રદ્ધાજંલિ પાઠવી
નરેશ કનોડિયાને CM વિજય રૂપાણીએ શ્રદ્ધાજંલિ પાઠવી
સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પીગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દશકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું હતુ. તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે, તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. વિજય રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પાઠવી છે.નહી રે ભુલાય નહી રે ભુલાય… નરેશ કનોડિયાના સંભારણા….

અરવિંદ વેગડાએ નરેશ કનોડિયા સાથેની યાદ તાજી કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. અરવિંદ વેગડાએ કહ્યું હતું કે હું નાનો હતો. ત્યારે મે મહેશ નરેશ કનોડિયાને સાંભળ્યા હતા. ત્યારે મે નક્કી કર્યું હતું કે મારે નરેશ કનોડિયા બનવું છે.એમના જેવા પરફોર્મર બનવું છે. ત્યારે મને સ્ટેજ પર જતા બીક લાગતી હતી. હું તેમને જ્યારે મળતો હતો ત્યારે તેમને હું કહતો હતો કે મારે તમારા જેવા બનવું છે. લોકોના હ્રદયમાં સ્થાન મેળવવું છે, ત્યારે નરેશ ભાઈ કહેતા નાના થઈને રહેવું, મઝા કરવી, લોકોના થઈને રહેવું, ગીત સંગીતની દુનિયામાં રહેવું. 77 વર્ષની ઊંમરે પણ એટલી જ એનર્જિ હતી. તેમના અનુભવો કહેતા હતા. કેટલી સ્ટ્રગલ કરી છે. તેઓ તેમના અનુભવોનું વર્ણન કરતાં હતા. મહેશ-નરેશ જોડી ખરેખર અદભૂત હતી.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ગીત સંગીતથી તેમણે મઢી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાકાણીએ પણ નરેશ કનોડિયા સાથેના સંભારણા શેર કર્યા હતા. ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનોડિયા આજે આપણી વચ્ચે રહ્યા નથી. તે ખુબજ દુઃખદ સમાચાર છે. બે દિવસ પહેલા મહેશભાઈનું અવસાન થયું, અને ત્યાર પછી આજે નરેશભાઈનું અવસાન થયું છે. તેમણે આપણને શું નથી આપ્યું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ગીત સંગીતથી તેમણે મઢી દીધી હતી. પોતોના અવાજથી મઢી હતી, સુંદર અભિનય આપ્યો હતો. 40 વર્ષ પહેલા મારા પપ્પા સાથે અખંડ ચુડલો ફિલ્મનું શુટિંગ જોવા ગયો હતો. ત્યારે મે તેમને પ્રથમ વખત જોયા હતા. તેમનો જબરજસ્ત ઓરા હતો. મને એમ થયું હતું કે મને તેમની ફિલ્મમાં કામ કરવા મળશે કે નહી. પણ સદભાગ્યે તેમની સાથે ને કામ કરવા મળ્યું હતું. નરેશભાઈ આટલી ઉંમરે ભાગ કોરોના ભાગ ગીત ગાયું હતું, અને સાથે ઢોલ વગાડીને ગાયું હતું. તેમનો જોમ જુસ્સો હતો. તે જોઈને હું ખૂબ ખુશ થયો હતો. પરિવારને સાંત્વના પાઠવું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું. તેમના આત્માને શાંતિ આપે.

  • આ પણ વાંચો :

વિધિની વક્રતા : આખી જિંદગી સાથે જીવનાર મહેશ-નરેશની જોડી તૂટી, અંતિમ સમયે ભાઈ મોઢું જોઈ નહિ શકે

ગુજરાતી ફિલ્મોના 'નરેશ' કનોડિયાનું પણ નિધન, કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓ સાથે કર્યુ હતુ કામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.