ETV Bharat / city

Draft Budget 2022-23 : અમદાવાદમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજીવાળી અનુપમ સ્કૂલો તૈયાર કરાશે - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અમદાવાદ મનપા દ્વારા સંચાલિત થતી શાળાઓ (Nagar Primary Education Committee) માટે આજે શુક્રવારે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજે 887 કરોડના બજેટમાં (Draft budget 2022-23) અનેક મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. આ બજેટમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજી વાળી અનુપમ સ્કૂલો તૈયાર કરવાની દરખાસ્ત કરાઈ છે.

Municipal Corporation Ahmedabad : અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ

author img

By

Published : Jan 7, 2022, 5:07 PM IST

Updated : Jan 7, 2022, 7:00 PM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Ahmedabad )દ્વારા તેમના દ્વારા સંચાલિત થતી શાળાઓ માટે બજેટ ડ્રાફ્ટ બજેટ (draft budget 2022-23) રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજે 887 કરોડના બજેટમાં અનેક મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં AMC સ્કૂલ બોર્ડ સમિતિના (Nagar Primary Education Committee) ચેરમેન અને સભ્યો સાથે DEO હાજર રહ્યા હતા.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ

ફાયર સેફટી અને RO પાણી માટે 10 કરોડની જોગવાઈ

આ ડ્રાફ્ટ બજેટમાં 559 કરોડ 11 લાખ જેટલી સરકારી ગ્રાન્ટ અને 327 કરોડ 88 લાખ જેટલી કોર્પોરેશન ગ્રાન્ટ આપવામાં આવશે, જ્યારે શહેરમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજી વાળી અનુપમ સ્કૂલો તૈયાર કરવામાં આવશે, આ ઉપરાંત શહેરમાં 7 જેટલી અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ શરૂ કરવામાં આવશે. હાલમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 122 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફિટ ઇન્ડિયા અંતર્ગત રમત ગમતના અત્યાધુનિક સાધનો પણ આપવામાં આવશે.

AMCની સ્કૂલોમાં શિક્ષકોની અછત

AMCની સ્કૂલોમાં હાલમાં 443 શાળાઓમા 6 માધ્યમમાં 1 લાખ 59 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે 3999 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ આંકડો બતાવી રહ્યો છે કે AMCની સ્કૂલોમાં શિક્ષકોની અછત છે.

આ પણ વાંચો:

Vaccination In Ahmedabad: જાહેર સ્થળોએ પ્રવેશ માટે ફરજિયાત વેક્સિનેશનના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર, જાણો કોર્ટે શું કહ્યું

Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

Last Updated : Jan 7, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.