ETV Bharat / city

નાબાર્ડના અધિકારી કર્મચારીની હડતાલ

ભારત સરકારના નાબોર્ડના અધિકારીઓ કર્મચારીઓ અને રિટાયર્ડ સ્ટાફ દ્વારા મંગળવારના એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી. નાબાર્ડ અધિકારીઓની મુખ્ય ચાર માંગણીઓ સાથે કર્મચારીઓના પેન્શન અને અન્ય નાના મુદ્દાઓને લઈને તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા.

કૃષિ અને ગ્રામીણ વિકાસ રાષ્ટ્રીય બેંક
કૃષિ અને ગ્રામીણ વિકાસ રાષ્ટ્રીય બેંક
author img

By

Published : Mar 30, 2021, 10:18 PM IST

  • નાબાર્ડના કર્મચારીઓએ કરી હડતાલ
  • 200થી વધુ કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર
  • તમામ માંગણીઓ સંતોષાય તેવી માગ

અમદાવાદ : નાબાર્ડ (National Bank for Agriculture and Rural Development)ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતા અને તેમની મુખ્ય માંગણીઓ સાથે જ રિઝર્વ બેંકના કર્મચારીઓને મળતા તમામ ફાયદાઓ નાબાર્ડના કર્મચારીઓને પગાર મળે તે પ્રકારની તેમની જે માંગણીઓ છે, તે સ્વીકારવામાં આવે તે વાતને લઇને તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા.

આ પણ વાંચો - નાબાર્ડ, સિડ્બી અને નેશનલ હાઉસિંગ બેન્કને 50,000 કરોડની મદદઃ શક્તિકાંત દાસ

કર્મચારીઓએ લગાવ્યો અક્ષેપ - સરકાર દ્વારા માંગણીઓ પૂરી નથી થતી

આ હડતાલની મુખ્ય માંગણીઓની જ વાત કરીએ તો તમામ કર્મચારીઓને છેલ્લો પગાર અથવા 10 મહિનાનું એવરેજ વેતનમાં થતો જે વધારો છે, તે પ્રમાણેનું પેન્શન ચૂકવવામાં આવે તેવી માગ છે. કારણ કે, 20 વર્ષની સેવા બાદ રિઝર્વ બેંકના કર્મચારીઓને જેમ પેન્શન આપવું તે પ્રકારે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા નિયમો વિરૂદ્ધમાં જઈને સરકાર દ્વારા માંગણીઓ પૂરી ન થતી હોવાનો પણ કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો - 12 જુલાઈ 1982ના રોજ થઇ હતી નાબાર્ડ સ્થાપના...

ITC લીવ ટ્રાવેલ કોન્સેશન ડિકલેરેશનની ફ્રી ઓપનિંગ કરવામાં આવે તેવી માગ

આ સાથે જ નાબાર્ડના કર્મચારીઓ માટે જે કર્મચારીઓએ પેન્શનના ખુલ્યું હોય વિકલ્પ તે કર્મચારીઓને માટે ફરી પેન્શનનો વિકલ્પ ખોલવામાં આવે તેવો પણ માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ 200થી વધુ લોકોના સ્ટાફ મંગળવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા અને ITC લીવ ટ્રાવેલ કોન્સેશન ડિકલેરેશનની ફ્રી ઓપનિંગ કરવામાં આવે તેવી પણ માંગણી પણ કરવામાં આવી છે. જો કે, કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલન આક્રમક બનાવવામાં આવશે તેવી ચીમકી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો - SBIએ ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ સાથે 3 MOU સાઇન કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.