અમદાવાદ અમદાવાદના વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેના જ જન્મ દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો ( Murder case in Sundaram housing of Vastral Solved ) છે.જમવાનું ઢોળાઈ જવા બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીના કારણે આ હત્યા ( Deepak Chavda Murder Case ) કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે હત્યારા યુવકની ધરપકડ (Ahmedabad Police Arrest Murder Accused )કરી છે.કોણ છે આરોપી અને શું હતો સમગ્ર ઘટનાક્રમ જોઈએ આ અહેવાલમાં.
ત્રણ દિવસથી સંપર્ક ન થતાં પત્ની પરત આવતાં જાણ થઇ હતી રામોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીનું નામ છે બાબુ સુરેશ મરાઠી. પકડાયેલા આરોપીએ પાડોશમાં રહેતા આધેડની હત્યાને અંજામ આપતા જેલમા જવાનો વારો આવ્યો છે.વસ્ત્રાલમાં આવેલા સુંદરમ આવાસ યોજનામાં રહેતા દીપક ચાવડા નામના 50 વર્ષીય વ્યક્તિનો ઘરમાં જ મૃતદેહ મળ્યો હતો. જેમાં દીપક ચાવડા પત્ની સાથે સાતમ આઠમ કરવા માટે સુરેન્દ્રનગર ગયો હતો અને ત્યાંથી એકલો 21 મી ઓગસ્ટે ઘરે આવ્યો હતો. 22મી ઓગસ્ટે મૃતક દીપક ચાવડાનો ( Deepak Chavda Murder Case ) જન્મ દિવસ હોવાથી પત્નીએ ફોન કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. જે બાદ ત્રણ દિવસ સુધી દીપક ચાવડાએ પત્નીને ફોન ન કરતા અને ફોન ન ઉપાડતા 25 ઓગસ્ટ ઘરે પરત ફરી હતી. જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ ઘરમાં પતિ દીપક ચાવડા મૃત હાલતમાં મળી આવતા રામોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટના,વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેમના જ જન્મદિવસે હત્યા
કેવી રીતે થઇ હત્યા તે બહાર આવ્યું રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા દીપકની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો પાડોશી બાબુ સુરેશ મરાઠી હોવાનું ( Murder case in Sundaram housing of Vastral Solved ) ખુલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ (Ahmedabad Police Arrest Murder Accused )કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક દીપક ચાવડા અને તેની પાડોશમાં રહેતા બાબુ મરાઠી અને તેના પિતા સુરેશ મરાઠી 22મી ઓગસ્ટે ઘર નીચે રીક્ષામાં મન્ચુરીયન ખાઈ રહ્યા હતાં તે સમયે બાબુ મરાઠીથી મન્ચુરીયન ઢોળાઈ જતા દીપકે ગાળાગાળી કરી હતી. જેથી બાબુના પિતા સુરેશ મરાઠી વચ્ચે પડતા દીપક ચાવડાએ પિતા પુત્રને લાફો માર્યો હતો. જોકે બાદમાં ત્રણેય વચ્ચે સમાધાન થતા ત્રણેય ઘરે પરત ફર્યા હતાં.પરંતુ બાબુ મરાઠીને દીપક ચાવડા પર ગુસ્સો આવતા રાતના સમયે દીપક ચાવડા ( Deepak Chavda Murder Case ) ઘરે સુઈ રહ્યો હતો ત્યારે ઘરમાં રહેલા ઘોડિયાના પાયાથી દીપકના માથે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા
આરોપીના રીમાન્ડ મેળવવાની તજવીજ મહત્વનું છે કે આ મામલે આરોપીને ઝડપી (Ahmedabad Police Arrest Murder Accused ) પોલીસે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેવામાં આરોપીના રીમાન્ડ દરમિયાન હત્યા ( Deepak Chavda Murder Case ) પાછળ માત્ર તે દિવસનો ઝઘડો જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે તપાસમાં સામે આવશે.