અમદાવાદ: કોરોના મહામારી બાદ ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) નવા આકર્ષણો સાથે ફરી ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. સાયન્સ સિટીને મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને મહાનુભાવોને આવકારવાનો મોકો મળ્યો છે.
આ પણ વાંચો: ETV BHARAT Rubaru: સાયન્સ સિટી 365 દિવસ નવું જ્ઞાન આપવા સજ્જ હોય છે : એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુ
ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓએ મેયરને આવકાર્યા
ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓએ મુંબઇના મેયર કિશોરી પેડનેકરને આવકાર્યા હતા. કિશોરી પેડનેકર એકવેટિક ગેલેરી ખાતેની જૈવ વિવિધતા તથા 28 મીટર લાંબી શાર્ક ટનલથી પ્રભાવિત થયા હતા. રોબોટિક ગેલેરીના રોબોટ અને તેની ઓટોમેશન ક્ષમતાથી પણ પ્રભાવિત થયા હતા. તેમણે ભાવિ પેઢીને શીખવા માટે પ્રેરિત કરવાની ગુજરાત સાયન્સ સિટીના યોગદાનની પ્રસંશા કરી હતી. તેઓ અહીંના પ્રોજેકટ જોઈને ખુશ જણાતા હતા. સાયન્સસિટીની વિઝિટર્સ બુકમાં તેમને સંદેશો લખ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે : વિજય રૂપાણી
સાયન્સ સિટીની લોકપ્રિયતા
ગુજરાત સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષી સામાન્ય જનાતમાં વૈજ્ઞાનિક અભિગમ લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટી ખાતે યુવાઓથી લઈ વડીલો, ગામથી શહેર સુધીના અને જિજ્ઞાસુ બાળકોથી લઈ ગણમાન્ય અતિથિઓની મુલાકાત સાયન્સ સિટીની લોકપ્રિયતા દર્શાવે છે.