અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે MSME ગ્રોથ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં એક વર્ષથી ચાલતા MSME ચેર અંતર્ગત MSME ક્લિનિક લોન્ચ (MSME Growth in Gujarat University) કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઇનોવેશન ટેકનોલોજી એન્ડ માર્કેટિંગ લિંકેજ ધ કી ફેક્ટર ફોર MSME ગ્રોથ વિષય પેનલ પર વાતચીત પણ કરવામાં આવી હતી. Gujarat University organized MSME Growth Conclave
આ પણ વાંચો International MSME Day: અગ્નિપથ યોજનાના વિરોધના વંટોળ વચ્ચે ઔદ્યોગિક સંગઠનોની નવી પહેલ
MSME ક્લિનિક લોન્ચ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા GUSECના ડાયરેક્ટર રાહુલ ભાગચંદાનીએ જણાવ્યું હતું કે, MSME ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી કર્મચારીઓને કેવી રીતે સપોર્ટ કરવો. તેમજ ફાઇનાન્સ, માર્કેટિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, એડવર્ટાઈઝમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મદદ કરવામાં આવશે. ત્યારે MSME સેક્ટરને વેગ મળે એ હેતુથી આ કોંકલેવ યોજવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં એક વર્ષથી ચાલતા MSME ચેર અંતર્ગત MSME ક્લિનિક લોન્ચ (Gujarat University MSME Clinic launched) કરવામાં આવ્યું હતું.
બીજી યુનિવર્સિટીમાં આયોજન આ મામલે ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, આ ખૂબ સારું આયોજન છે, ત્યારે બીજી યુનિવર્સિટીમાં પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે MSME અંતર્ગત તમામ મદદ કરવામાં આવશે. દેશના વિકાસમાં MSME સેક્ટરનો મોટો ફાળો રહ્યો છે, એવામાં MSME સેક્ટર સાથે જોડાયેલા તમામ લોકોને જે પણ મદદની જરૂર હોય એ માટે ગુજરાત યુનિવર્સિટી તેમજ MSME ક્લિનિકના માધ્યમથી મદદ કરાશે. આગામી સમયમાં MSME સેક્ટરને વેગ મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમજ અન્ય યુનિવર્સિટીમાં પણ આ રીતે આયોજન કરવામાં આવશે. Gujarat University MSME Clinic launched