ETV Bharat / city

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદોએ કૃષિ બિલ પર ચર્ચા કરી - કૃષિ બિલ

ચોમાસુ સત્રમાં સંસદમાં અનેક મહત્વના બિલ પસાર થયા છે, પરંતુ સૌથી વધુ ધ્યાન આકર્ષક કૃષિ સુધારક બિલો રહ્યાં છે. દાયકાના કૃષિ કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. અત્યારે આ કાયદાઓને કૃષિક્ષેત્રના ખાનગીકરણ સાથે જોડીને ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપે પોતાના કાર્યકરોથી લઈને, સાંસદોને પણ ખેડૂતોને સમજાવવા માટે મેદાને ઉતાર્યા છે.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદોએ કૃષિ બિલ પર ચર્ચા કરી

author img

By

Published : Oct 11, 2020, 3:49 AM IST

અમદાવાદઃ આજે એટલે કે શનિવારે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે કૃષિ બિલ ઉપર વિગતે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બિલો સંસદમાંથી પસાર થઈ ચુક્યા છે અને રાષ્ટ્રપતિએ તેની પર મંજૂરીની મહોર પણ મારી દીધી છે. જેથી હવે આ બિલ અમલમાં આવી ગયા છે. 50ના દશકમાં ખેડૂતોના પોતાની ઉપજના સરળતાથી વેચાણ માટે APMCની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધી ખેડૂતો ફરજીયાત રીતે પોતાની નજીકની APMCમાં જ માલ વેંચતા હતા. પરિણામે તેમની પાસે વેચાણના વિસ્તૃત વિકલ્પો ઉપલબ્ધ નહોતા.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદોએ કૃષિ બિલ પર ચર્ચા કરી

ખેડૂતોએ ટ્રેડર્સ દ્વારા નક્કી કરાયેલા ભાવ પ્રમાણે જ પોતાનો માલ વેચવો પડશે. તો બીજી તરફ વ્યાપારીઓ, એક્સપોર્ટસ અને કમિશન એજન્ટ પણ APMCમાં સિન્ડિકેટ રચીને ખરીદી કરતા હતા. પરિણામે એક પ્રકારની મોનોપોલી સર્જાઈ હતી, પરંતુ હવે પ્રાઇવેટ પાર્ટીઓ પણ ખરીદીમાં સીધો ભાગ લેતા ખરીદનારાઓ વધશે, તો અર્થતંત્રના નિયમ મુજબ ખેડૂતોને સારા ભાવ મળશે. જો કે, આ બિલમાં ક્યારેય APMC બંધ થવાની વાત નથી. ફક્ત APMCના વેપારીઓએ હવે ખુલ્લા બજારની હરીફાઈ કરવી પડશે.

આ બિલ પર બોલતા સાંસદે જણાવ્યું હતું કે, કૃષિ જણસોના ભાવ પહેલેથી નિર્ધારિત થશે. જેથી ખેડૂત પોતાની આવકને લઈને નિશ્ચિત રહીને કામ કરી શકશે, વળી સીઝન વખતે જો ભાવ નક્કી કરાયેલા ભાવ કરતા વધુ હોય, તો તે પ્રમાણે પણ ખેડૂત ભાવ માગી શકશે. આ ઉપરાંત ખેડૂતોને બિયારણ, દવાઓ અને આધુનિક ટેકનોલોજી પણ મલ્ટીનેશનલ કંપની સાથે એગ્રીમેન્ટ કરે મળશે. કોઈપણ પ્રકારના વિવાદ માટે ખેડૂતો ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરનો સંપર્ક કરી શકશે. કરાર અંતર્ગત જો ખેડૂત પોતાની ઉપજ બીજાને વેંચે તો ખેડૂતોએ ફક્ત બિયારણ, દવાઓનો ખર્ચ આપવાનો રહેશ. આ ઉપરાંત ખેડૂત આવા સંજોગોમાં પોતાની કોમોડિટી કોન્ટ્રાક્ટ કરનારી કંપનીને આપવા માટે બંધાયેલા રહેશે નહીં.

આગળ સાંસદોએ જણાવ્યું હતું કે, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ બારે મહિના ચાલુ રહે છે, પરંતુ ખેડૂતોની ઉપજ અમુક જ સિઝન પ્રમાણે માર્કેટમાં આવે છે. પરિણામે આ ઇન્ડસ્ટ્રીઝને અમુક સમયગાળા દરમિયાન જ કાચો માલ મળે છે અને APMC પર નિર્ભર રહેવું પડે છે. જેથી આ નવા બિલથી ખેડૂત પાસે ઇન્ડસ્ટ્રીઝ જરૂરિયાતનું ઉત્પાદન કરાવી શકશે અને ખેડૂતોને પણ સારા ભાવ મળશે.

આ સાથે જ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય પૂર્ણ થઈ શકશે. જો કે, MSP બંધ થશે નહીં, આ વાતને લઈને વિરોધ પક્ષ ખેડૂતોમાં ખોટો ભય ફેલાવી રહ્યો છે. સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે MSPના ભાવ દોઢ ગણા કર્યા છે. આ બિલમાં કોઈ પણ ખેડૂતની જમીન આપવાની કે લેવાની વાત જ નથી, માત્ર ઉપજના કરાર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.