ETV Bharat / city

Vaccination: રાજ્યમાં શહેરો કરતાં ગામડાંના લોકો રસી લેવામાં વધુ ઉત્સાહી

કોરોના સામેના જંગમાં વેક્સીનેશન ( Vaccination ) મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યની વસતીની દ્રષ્ટિએ વાત કરીએ તો રાજ્યની શહેરી વસતી કરતાં ગામડાંની વસતી રસીકરણમાં ગંભીરતાથી ભાગ લઇ રહી હોવાનું આંકડાઓ જણાવી રહ્યાં છે.

Vaccination: રાજ્યમાં શહેરો કરતાં ગામડાંના લોકો રસી લેવામાં વધુ ઉત્સાહી
Vaccination: રાજ્યમાં શહેરો કરતાં ગામડાંના લોકો રસી લેવામાં વધુ ઉત્સાહી
author img

By

Published : Aug 7, 2021, 5:01 PM IST

  • રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું
  • સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ લોકોએ રસી લીધી
  • ડાંગનાં ગામડાં હજી રસીકરણમાં પાછળ

ગુજરાતમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ( Vaccination ) વેગવંતી બનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે. એક સમયે ખોટી જાણકારી અને અફવાને લીધે લોકો રસી લેવા તૈયાર ન હતાં. ત્યારે રસી લેવામાં શહેરના લોકો કરતાં ગામડાંના લોકોમાં વધુ જાગૃતિ જોવા મળી રહી છે. રાજ્યમાં 887 જેટલાં ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. આ ગામડાંમાં તમામ લોકોએ રસી લઈ લીધી છે.

આ ગામડાં હજી રસીકરણમાં પાછળ

બીજી બાજુ રાજ્યમાં ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, આણંદ જિલ્લાનાં ગામડાં હજી રસીકરણમાં ( Vaccination ) પાછળ છે. રાજ્યમાં રસીકરણમાં સાબરકાંઠા જિલ્લો સૌથી મોખરે છે. ગુજરાતમાં અત્યારસુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. 887 ગામડાંમાં 100 ટકા રસીકરણ થયું છે. અત્યારે રસીકેન્દ્રો પર લોકોની કતારો લાગી રહી છે. હવે તો શહેરો જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ વધુ વેગવંતુ બન્યું છે. આરોગ્ય વિભાગનાં સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાંમાં 100 ટકા રસીકરણ થયું છે. સાબરકાંઠા જિલ્લામાં 86 ગામડાંમાં 100 ટકા રસીકરણ થયું છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં 59, ભાવનગર જિલ્લાનાં 56, જામનગર જિલ્લાનાં 52, અમદાવાદ જિલ્લાનાં 43, છોટાઉદેપુર જિલ્લાનાં 51, વડોદરા જિલ્લાનાં 37, અરવલ્લી જિલ્લાનાં 38 ગામડાં એવાં છે, જયાં બધાxય લોકોએ રસી લઇ લીધી છે. જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે એ ગામના સરપંચોનું સરકાર વતી સન્માન કરાયું છે.

આ જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં પાછળ રહ્યાં

રાજ્યમાં ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યાં છે. એનું કારણ એ છે કે આ જિલ્લાઓમાં માંડ એકથી માંડીને દસ ગામડાંમાં સંપૂર્ણ રસીકરણ ( Vaccination ) થઇ શક્યું છે. યાદ રહે કે હજુય આદિવાસી-પછાત વિસ્તારોમાં તો રસીને લઇને ખોટી માન્યતાને કારણે લોકો રસી લેતા નથી, જેને કારણે આરોગ્ય કર્મચારીઓ જ નહિ, ધાર્મિક-સામાજિક આગેવાનોએ મથામણ કરવી પડી રહી છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે.

ગુજરાતમાં સતત બીજા દિવસે 5.80 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે 3.55 કરોડ થઇ ગયો છે. શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય એવાં રાજ્યોમાં ગુજરાત મોખરે છે.

શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય એવાં રાજ્યોમાં ગુજરાત મોખરે છે

અમદાવાદ કોર્પોરેશનમાંથી સૌથી વધુ 48 હજાર 867, સુરત કોર્પોરેશનમાંથી 44 હજાર 47, બનાસકાંઠામાંથી 39 હજાર 339, સાબરકાંઠામાંથી 26 હજાર 937 અને દાહોદમાંથી 19 હજાર 793 લોકોનું કોરોના રસીકરણ ( Vaccination ) કરાયું હતું. ડાંગમાંથી સૌથી ઓછા 581, જૂનાગઢ કોર્પોરેશનમાંથી 2613 અને ગાંધીનગર કોર્પોરેશનમાંથી 3855ને કોરોના રસી અપાઇ હતી.

હેલ્થકેર-ફ્રન્ટલાઇનવર્કરમાં 65ને પ્રથમ ડોઝ અપાયો

શુક્રવારના દિવસ દરમિયાન 18થી 45 ઉંમર સુધીનામાંથી 3.54 લાખને પ્રથમ ડોઝ, 45થી વધુની ઉંમરના 1.35 લાખ લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુની ઉંમરના 72 હજાર 103 લોકોને બીજો ડોઝ, 18થી 45 ઉંમરના 24 હજાર 808 લોકોને બીજો ડોઝ, હેલ્થકેર-ફ્રન્ટલાઇન વર્કરમાં 6612 લોકોને બીજો ડોઝ અને હેલ્થકેર-ફ્રન્ટલાઇન વર્કરમાં 65 વર્ષની ઉંમરનાને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 2.69 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 86.49 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે.

ગુજરાતની 16.94 ટકાથી વધુ વસતીએ બંને ડોઝ લીધાં

ગુજરાતની 16.94 ટકાથી વધુ વસતી વેક્સિનના બંને ડોઝ ( Vaccination ) લઈ ચૂકી છે. ગુજરાતમાં વેક્સિનનો એક ડોઝ લીધો હોય એનું પ્રમાણ 52 ટકા છે. અત્યાર સુધી 1.94 કરોડ પુરુષ અને 1.61 કરોડ મહિલા દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. કુલ રસીકરણમાં કોવિશીલ્ડ લેનારા 3.18 કરોડ, કોવેક્સિન લેનારા 37.75 લાખ છે. 18-44 વયજૂથમાંથી સૌથી વધુ 1.58 કરોડ, 45-60 વયજૂથમાં 1.15 કરોડ, 60થી વધુ વયજૂથમાં 82.5 લાખને કોરોના રસી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.