ETV Bharat / city

કોરોનાકાળમાં અમદાવાદ IIMના 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી

કોરોનાકાળમાં સૌથી વધુ અસર શિક્ષણ વિભાગ પર જોવા મળી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને IIM દ્વારા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. IIM દ્વારા કોરોનાકાળમાં ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવેલા 5થી વધુ પ્લેસમેન્ટ કેમ્પમાં 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી હતી.

કોરોનાકાળમાં અમદાવાદ IIMના 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી
કોરોનાકાળમાં અમદાવાદ IIMના 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી
author img

By

Published : Jul 2, 2021, 10:01 PM IST

  • કોરોનાકાળમાં IIMના કુલ 450થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઈ
  • કોરોનાકાળમાં IIMમાં ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું
  • કુલ 50 જેટલી વિદેશી કંપનીઓ દ્વારા આ કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો

અમદાવાદ : કોરોનાકાળમાં ઘણા બધા લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે IIMમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મળી રહી છે. કોરોનાકાળમાં IIM દ્વારા ઓનલાઈન માધ્યમથી કુલ 5 વખત પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી હતી.

વિદ્યાર્થીઓને 9થી 10 લાખના મળ્યા પેકેજ

IIM દ્વારા યોજવામાં આવેલા પ્રથમ ઓનલાઇન જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં દેશની તેમજ વિદેશી 39 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 47 વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી હતી. આ ઉપરાંત MBAમાં નોકરી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધી હતો. આ કેમ્પમાં 50 જુદી જુદી કંપનીઓ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 25 જેટલી વિદેશી કંપનીઓ હતી. કોરોનાકાળમાં યોજવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ્સમાં વિદ્યાર્થીઓને વાર્ષિક 9થી 10 લાખના પેકેજ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.