અમદાવાદ મનાલીમાં 905માં 11 ઓક્ટોબર, 2022એ મોરારી બાપુની (Rama Katha in 905 in Manali by Morari Bapu ) રામકથામાં આજે મોરારી બાપુએ ઉજ્જૈનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાકાલ લોકના લોકાર્પણ (Mahakal Lok Launch in Ujjain by Prime Minister) કાર્યક્રમ વિશે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદરણીય અને યશસ્વી વડાપ્રધાન આજે ઉજ્જૈનના મહાકાલની પૂજા (Worship of Mahakal of Ujjain) અને અભિષેક કરવા જઇ રહ્યાં છે.
કાશી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ આ મહાન અને પરમ તીર્થ રાષ્ટ્રને ફરી એકવાર સમર્પિત થઇ રહ્યું છે. તેનું હું સ્વાગત કરું છું. કાશી જૂઓ. તે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ (Kashi Ritual and Culture) છે. તે વૈશ્વિક ધર્મ છે. હું ખૂબજ પ્રસન્નતા અનુભવું છું. તેમણે ઉમેર્યું હતું કે, રામ ભારતનો આદર્શ છે. એવું ઘણાં લોકો કહે છે, પરંતુ આ વાક્ય અધૂરું છે કારણકે રામ ભારતનો આધાર છે.
મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ જ્યારે જ્યારે રામને ભુલાવવામાં આવ્યાં ત્યારે રાષ્ટ્રને અસર થઇ છે. તે ભારત અને વિશ્વનો આધાર છે. વડાપ્રધાન મોદી ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ (Morari Bapu praised the launch program Mahakal Lok) કર્યું હતું. જેને લઈને આજે(મંગળવારે) રામકથામાં મોરારી બાપુએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.