- સર સંઘ સંચાલક મોહન ભાગવત આવશે ગુજરાતની મુલાકાતે
- સુરત શહેરની કરશે મુલાકાત
- સંપર્ક યાત્રાનો કાર્યક્રમ
- રત્નાકરની નિયુક્તિ અને ભાગવતની ગુજરાત મુલાકાત
અમદાવાદ: તાજેતરમાં જ ભાજપના પ્રદેશના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર (Ratnakar) ની નિયુક્તિ કરવામાં આવી છે. જેની નિયુક્તિ સંગઠનને સુદ્દઢ કરવા સંઘ દ્વારા કરવામાં આવે છે. એટલે કે તે વ્યક્તિ સંઘનો ભાજપ સંગઠનમાં પ્રતિનિધિ હોય છે. રત્નાકર (Ratnakar) ની નિયુક્તિ બાદ ગુજરાતમાં મોહન ભાગવત (Mohan Bhagwat) ના ગુજરાત પ્રવાસની રાજકીય અટકળો ઊભી થઈ રહી છે. ભાજપ સરકારના કાર્યોની સમીક્ષા કરવા તેઓ અહીં આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં હિન્દુત્વવાદી સંઘની ભગીની સંસ્થાઓ પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
આ પણ વાંચો : હિન્દુ હોય કે મુસ્લિમ બધા ભારતીયોનું DNA એક : મોહન ભગવત
2022 ની ચૂંટણી પહેલા મોહન ભાગવતની સૂચક મુલાકાત
ગુજરાતમાં 2022 ના વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તેઓ અહીંયા મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે તેવી પણ શક્યતાઓ છે. સાથે જ ઓબીસી આરક્ષણ (OBC reservation) ને લઈને પણ ગુજરાતમાં મોહન ભાગવત (Mohan Bhagwat) તરફથી ટીપ્પણીની શક્યતા છે. સંઘના ગુજરાતમાં મીડિયા કન્વીનર વિજય ઠાકરે Etv Bharat ને જણાવ્યું હતું કે, મોહન ભાગવત (Mohan Bhagwat) 16 સપ્ટેમ્બરમાં ગુજરાત આવશે અને તેઓ ફક્ત સુરતની મુલાકાત લેશે. મહત્વના પદાધિકારીઓ સાથે બેઠક કરીને પોતાનો સંપર્ક વધારશે. દર વર્ષે દરેક રાજ્યમાં તેમનો આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયેલો હોય છે.
આ પણ વાંચો : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ