અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સરકારી આવાસના મકાનોમાં ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેથી સ્થાનિકો દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani Attack in Vastral) વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લીધી હતી.
શું છે ઘટના મળતી માહિતી મુજબ કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવવામાં આવ્યા હતા. જે આવાસ યોજનાના નિયમો વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને DCP કક્ષાએ અનેકવાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનાવણી થઈ નથી.
જીગ્નેશ મેવાણીએ ટ્વીટ જિગ્નેશ મેવાણી પર હુમલો થયો હોવાનો આક્ષેપ થયો છે. ખૂદ જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને મેવાણીની સોશિયલ મીડિયા ટીમે હુમલો કરનાર શખ્સની તસવીર શેર કરી છે.
આક્રમક રૂપે હુમલો પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી જાય છે, ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા આક્રમક રૂપે હુમલો કરવામાં આવે છે. જે ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે કામ કરતા કર્મચારી લાભુ દેસાઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ આ તમામ ફરીયાદો છતાં આજદિન સુધી હુમલો કરનાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ તમામનો હિસાબ 13મી સપ્ટેમ્બર 2022 અમદાવાદના C.P ઓફીસએ સવારે 10 વાગે લેવામાં આવશે. MLA Jignesh Mevani Attack in Ahmedabad