અમદાવાદ: આજ રોજ અમદાવાદ શહેરના મેયર (Mayor of Ahmedabad city) કિરીટ પરમારની અધ્યક્ષતામાં અમદાવાદની ઐતિહાસિક એમ. જે. પુસ્તકાલય માટે બજેટ (MJ Library Budget 2022) રજૂ કરવામાં આવ્યું. પુસ્તકાલય માટે રૂપિયા 15 કરોડ 33 લાખ 25 હજારના ડ્રાફ્ટ અંદાજપત્રમાં એમ.જે.લાયબ્રેરી વ્યવસ્થાપક મંડળ (MJ Library Management Board) દ્વારા રુપિયા 1 કરોડ 80 લાખની નવી યોજના એમ કુલ મળીને રુપિયા 17 કરોડ 13 લાખ 25 હજારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજ પત્રમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજન મહેતા, કિશોર મકવાણા, હેમંત ભટ્ટ સહિત અગ્રણી લોકો હાજર રહ્યા હતા.
વોટર પ્રૂફ કલરથી રંગકામ માટે 15 લાખની જોગવાઈ
અમદાવાદ શહેરથી દૂરના વિસ્તારમાં રહેતા બાળકો, મહિલા, દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન લોકો વાંચનથી વંચિત ન રહે તે માટે 2 ફરતા પુસ્તકાલય (Mobile library In Ahmedabad) માટે 60 લાખ ખર્ચવામાં આવશે. એમ.જે. પુસ્તકાલયની ઐતિહાસિક ઇમારતના રિનોવેશન (MJ library renovation) માટે ભવનની બહાર વોટર પ્રૂફ કલરથી રંગકામ માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. એમ.જે. પુસ્તકાલયના પરિસરમાં પેવર બ્લોક, હેરિટેજ પ્રવેશ દ્વાર તેમજ વાહન પાર્કિંગના આયોજન માટે 10 લાખ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદની એમ. જે લાઇબ્રેરીનું રૂપિયા 15.32 કરોડનું બજેટ મંજૂર
વેબસાઇટ પર 55,000થી વધારે પુસ્તકો મુકવામાં આવશે
એમ.જે લાયબ્રેરી બહાર ઓવરબ્રિજની બંને બાજુ એલ.ઇ.ડી સ્ક્રીન લગાવાશે. એમ.જે.લાયબ્રેરીમાં લગભગ રોજના 2,000થી વધારે વાચકો પુસ્તકો વાંચવાનો લાભ લેતા હોય છે. 1-06-2021ના રોજ ડિજિટલ લાયબ્રેરી (Digital Library Ahmedabad)નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી (Competitive exam preparation Ahmedabad)અને સ્વમુલ્યાંકન કરી શકે તે માટે વિવિધ પ્રકારનાં મોડ્યુલ માટે 30 લાખની યોજના અમલમાં મુકવામાં આવી. એમ. જે. પુસ્તકાલયની વેબસાઈટ પર (www.mjlibrary.in) 55,000થી વધારે પુસ્તકો મુકવામાં આવશે. ખાસ કરીને પ્રચલિત પુસ્તકોના ડિઝાઇન માટે 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. લાયબ્રેરીની ડોક્યમેન્ટરી માટે પણ 5 લાખ ફાળવવામાં આવ્યા છે.
ઓડિટોરીયમમાં બંન્ને બાજુ એલ.ઇ.ડી.સ્ક્રીન માટે 3 લાખ
એમ.જે.લાયબ્રેરીમા આવેલા ઓડિટોરીયમ (MJ library Auditorium)માં બંન્ને બાજુ એલ.ઇ.ડી.સ્ક્રીન માટે 3 લાખ ફાળવવામાં આવ્યા છે. દેશ-વિદેશમાં બનતી સાપ્રંત ઘટનાઓની જાણકારી માટે એમ.જે. લાયબ્રેરીની બહાર આવેલા ઓવરબ્રિજની બન્ને બાજુએ લાઇવ સ્ક્રોલ માટે 5 લાખ ફાળવવામાં આવ્યા છે. શેઠ એમ.જે. પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
વિવિધ કાર્યક્રમો માટે પણ ફાળવાયું બજેટ
આ વર્ષે 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi ka amrit mahotsav Ahmedabad) અંતર્ગત કાર્યક્રમોના આયોજન માટે 5 લાખ અને એમ.જે. પુસ્તકાલય સભાપદો માટે શ્રાવણ માસમાં ત્રિદિવસીય 'શ્રી કૃષ્ણ રસોત્સવ' (shri krishna rasotsav 2022) અન્વયે 3 લાખ, સાંપ્રત સમાજને સ્પર્શતા વિષયો પર આમંત્રિત કરવા માટે વ્યાખ્યાન યોજના માટે 3 લાખ અને 'ગાંધી સન્માન યાત્રા' માટે 1 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. સાથે સાથે આગામી સમયમાં વેજલપુર, સરસપુર અને નરોડામાં શાખાનો વધારેમાં લોકો લાભ લઈ શકે તે માટે શરૂ કરવામાં આવશે.