ETV Bharat / city

4 વર્ષમાં 50,000 બાળકો ગુમ થયા, પોલીસે કરી સરાહનીય કામગીરી - Gandhinagar CID Crime

અમદાવાદ પોલીસ અને ગાંધીનગર CID ક્રાઇમએ સંયુક્ત રીતે ગુમ થયેલા વ્યક્તિ/બાળકોને શોધી કાઢવા ડ્રાઈવ યોજી હતી. પોલીસ દ્વારા 6 દિવસની ડ્રાઈવના અંતે 151 લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં 18 વર્ષ સુધીના 10 બાળકો, 18 થી 40 વર્ષના 112 યુવકો, 40થી 60 વર્ષના 26 લોકો અને 60 વર્ષથી વધુના લોકોને શોધવામાં આવ્યા છે.

4 વર્ષમાં 50,000 બાળકો ગુમ થયા પોલીસે કરી સરાહનીય કામગીરી

author img

By

Published : Oct 30, 2021, 8:19 PM IST

  • અમદાવાદ પોલીસ અને ગાંધીનગર CID ક્રાઇમની સરાહનીય કામગીરી
  • શહેરમાં ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાના CID ક્રાઇમની મુહિમ રંગ લાવી
  • પોલીસે છ દિવસની તપાસ બાદ 151 લોકોને શોધી કાઢ્યા

અમદાવાદ : શહેર અને રાજ્યમાંથી ગુમ થતા લોકોને શોધવા અને પરિવાર સાથે ફરી મિલન કરાવવું તે ખૂબ જ અઘરું કામ હોય છે, કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. આ ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર અંગે જાણ કરતો નથી. અમદાવાદ શહેરમાં એક અઠવાડિયાની ડ્રાઈવ દરમિયાન ગુમ થયેલા 151 લોકોને શોધી લેવામાં આવ્યા છે.

4 વર્ષમાં 50,000 બાળકો ગુમ થયા પોલીસે કરી સરાહનીય કામગીરી

CID અને પોલીસે ડ્રાઈવ હાથ ધરી

અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 1728 લોકો વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધી ગુમ થયા છે. તેવા લોકોને શોધવા CID ક્રાઇમના મિસિંગ સેલ તથા શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ચાલેલી આ ડ્રાઈવમાં પોલીસે 151 લોકોને શોધ્યા અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પોલીસ દ્વારા યોજાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં 25 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ તમામ ટીમોએ 6 દિવસની તપાસ બાદ 151 લોકોને શોધ્યા છે.

ગુમ થવાનું મુખ્ય કારણ પ્રેમ લગ્ન

એક અઠવાડિયાની તપાસ બાદ પોલીસે 18 વર્ષ સુધીના 10 બાળકો, 18 થી 40 વર્ષના 112 યુવકો, 40 થી 60 વર્ષના 26 લોકો અને 60 વર્ષથી વધુના લોકોને શોધવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સૌથી વધુ ગુમ થવાના કારણોમાં પ્રેમ લગ્ન અને ઘરે પરત આવ્યા બાદ પણ પોલીસને જાણ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આ તમામ તપાસની વચ્ચે દસ વર્ષ પહેલા અમદાવાદમાંથી ગુમ થયેલી વિશ્વા પટેલની કોઈ ભાળ પોલીસને મળી નથી. આ ઉપરાંત વિશ્વા જેવા 2000 લોકો પોલીસ ચોપડે ગુમ અથવા અપહરણ થયેલા છે. જેને શોધવાની કવાયત પોલીસે હાથ ધરવામાં આવી છે.

2007 થી અત્યાર સુધીમા 50,000 બાળકો ગુમ

સમગ્ર રાજ્યમાં વર્ષ 2007 થી અત્યાર સુધીમા 50,000 બાળકો ગુમ થઈ ગયા છે, જેમાંથી 48,000 બાળકો મળી આવ્યા અથવા પરત આવી ગયા છે. CID ક્રાઇમે દાવો કર્યો છે કે, રાજ્યભરમાં ગુમ થયેલા બાળકો મળી આવવાની ટકાવારી 95.03 ટકા છે અને બીજા અન્ય ગુમ થયેલા વ્યક્તિઓ જેઓ મળી આવ્યા છે તેમની ટકાવારીમાં 86 ટકા છે, આ સાથે અમદાવાદમાં બાળકો શોધવાની ટકાવારી જોવા જઈએ તો 96 ટકા છે, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં બાળકો શોધવાની 86.9 ટકા છે. આ અગાઉ CID ક્રાઇમના મિસિંગ સેલે જાન્યુઆરી, એપ્રિલ, અને જુલાઈ મહિનામાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવાની ડ્રાઈવ યોજી હતી, જેમાં કુલ 330 લોકો મળી આવ્યા હતા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.