ETV Bharat / city

શિક્ષકોએ વટાવી હદ : જઘન્ય કૃત્ય કરવાને કારણે કોર્ટે 2 શિક્ષકોને ફટકારી સજા - મિરઝાપુર કોર્ટે બે શિક્ષકો સજા ફટકારી

અમદાવાદમાં વિદ્યાર્થીએ શિક્ષક પાસેથી વારંવાર પાણી પીવાની રજા માગતા શિક્ષકે પગ પકડાવી માર માર્યો હતો. તેને લઈને વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ કરતા મિરઝાપુર કોર્ટે બંને (Mirzapur Court Sentences Teachers) શિક્ષકોને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

અમદાવાદમાં વિદ્યાર્થીને માર મારવાના કેસમાં મિરઝાપુર કોર્ટે 2 શિક્ષકને 3 વર્ષની સજા ફટકારી

author img

By

Published : Apr 5, 2022, 11:05 AM IST

Updated : Apr 5, 2022, 1:12 PM IST

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચ વર્ષના વિદ્યાર્થીને માર મારવામાં મુદ્દે બે શિક્ષકોને (Punishment for Beating a Student) ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. મિર્ઝાપુર કોર્ટના ન્યાયિક મેજિસ્ટ્રેટ ટી.એ. ભાડજાએ બંને શિક્ષકો તરુણા પરબતિયા (ઉં.વ. 36) અને નજમા શેખ (ઉ.વ. 47)ના જામીન રદ કર્યા હતા. અને તેમને છેલ્લે ન્યાયિક કસ્ટડીમાં લઈ જવાનો આદેશ આપ્યો છે. આ બંને શિક્ષકો મકરબાની અર્જૂન પ્રાથમિક શાળામાં ભણાવતા હતા.

બાળકને શિક્ષકોએ તેના પગ પકડાવ્યા - કેસની વિગત જોઈએ તો, આ બંને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ 22 જૂન, 2017ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે એક બાળ મંદિરમાં જતા વિદ્યાર્થીએ તેની માતાને બે શિક્ષકો દ્વારા ત્રણ દિવસથી મળેલા માર અંગે ફરિયાદ કરી હતી. કારણ માત્ર એટલું જ હતું કે, આ બાળકે વારંવાર પાણી પીવાની અને ટોયલેટમાં જવાની પરવાનગી માગી હતી. તેને લઈને બાળકને શિક્ષકોએ (Teacher Beat the Student) તેના પગ પકડાવ્યા હતા અને તેને માર માર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇ-લોક અદાલતમાં માત્ર 32 ટકા કેસનો નિકાલ થયો

બાળકે માતાને મારની નિશાની બતાવી - બાળકે તેની માતાને તેની જાંઘ પરના ઉઝરડા બતાવ્યા હતા. ત્યારબાદ બાળકને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 22 જૂન, 2017ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બાલમંદિરના વિદ્યાર્થીએ તેની માતાને બે શિક્ષકો દ્વારા મારપીટ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે શિક્ષકો પર પર IPCની કલમ 323 હેઠળ બાળકોને નુકસાન પહોંચાડવાનો અને જુવેનાઇલ એક્ટ અને RTE એક્ટ હેઠળના ઉલ્લંઘનનો (Mirzapur Court Sentences Teachers) આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો : Case of beating PSI: મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરનાર પોલીસને જ પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું

શિક્ષકો પ્રત્યેની છબી ખરાબ થાય છે - જોકે, શિક્ષકોએ આરોપોને નકારી કાઢ્યા હતા અને ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે તેમને દોષી ઠેરવ્યા અને IPCની જોગવાઈ હેઠળ 400ના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારી. તેઓને જુવેનાઈલ જસ્ટિસ હેઠળ (Under Juvenile Justice) ત્રણ વર્ષની સજા અને 10,000 દંડ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે RTE એક્ટની જોગવાઈ હેઠળ બંને શિક્ષકો સામે શાળા દ્વારા એક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા સંબંધિત સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો અને 20 દિવસમાં અહેવાલ માગ્યો હતો. કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે, માત્ર પાણી પીવા ના જવા અને નાસ્તો કરવા પરવાનગી માંગવામાં કોઈપણ શિક્ષક બાળકોને માર મારી શકે નહીં, અને આનાથી સમાજ ઉપર ખરાબ અસર થશે. અને બાળકોના મનમાં શિક્ષકો પ્રત્યેની છબી પણ ખરાબ થશે.

Last Updated : Apr 5, 2022, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.