ETV Bharat / city

Drugs News Ahmedabad: અમદાવાદમાં ઝડપાઇ ડ્રગ્સ બનાવવાની મીની લેબ, બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ - Drugs Key Material

અમદાવાદમાં MD ડ્રગ્સનું વેચાણ ખૂબ જ વધી ગયું છે, જેથી ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) એલર્ટ થઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા શખ્સ પાસે MD ડ્રગ્સ બનાવી (Drugs Mini Lab Ahmedabad) વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ (Two Drug Suppliers Arrested) કરી હતી.

Mini lab Making Drugs
Mini lab Making Drugs
author img

By

Published : Dec 26, 2021, 6:46 AM IST

અમદાવાદ: શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. પોર્શ વિસ્તારમાં અને ચાની કીટલીઓ તેમજ પાનના ગલ્લા ઉપર આવતા યુવા ધનને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી બિપિન પટેલ નવા નરોડામાં પોતે આખી મિનિ લેબ (Drugs Mini Lab Ahmedabad) ઊભી કરી અને રાસાયણિક પદાર્થો મેળવી અને પોતે MD ડ્રગ્સ બનાવી પંકજ પટેલને આપતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા શખ્સ પાસે MD ડ્રગ્સ (MD Drugs Ahmedabad) બનાવી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ (Two Drug Suppliers Arrested) કરી હતી.

બન્ને પેડલરોની પણ ધરપકડ કરાઈ

12 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આરોપી રવિ મુકેશકુમાર શર્મા અને અસિતકુમાર રમેશકુમાર પટેલની ધરપકડ કરી હતી. રવિ અસિત પટેલ પાસેથી એક ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 1200 રૂપિયાના ભાવે મેળવી અમદાવાદ શહેર સ્થિત મોઇનુદ્દીન ઉર્ફે બોખો કમાલુદ્દીન શેખ તથા વજીઉદ્દીન ઉર્ફે વજ્જુ હફીઝુદ્દીન શેખ નામના પેડલરોને વેચાણ આપતો હોવાથી બન્ને પેડલરોની પણ ધરપકડ (Two Drug Suppliers Arrested) કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો

ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસમાં આરોપી મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને MD ડ્રગ્સ બનાવનાર આરોપી બિપિન પટેલની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી બિપિન પોતે સાયન્સ કેમેસ્ટ્રી અને વિષયનો સારો જાણકાર હોવાથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો સપ્લાય મેળવી અને ડ્રગ્સ બનાવતો (Mini lab Making Drugs) હતો. ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર ડ્રગ્સ લેબનો પર્દાફાશ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.

સારી કમાણી થઇ શકે તેમ હોવાથી MD બનાવવાનું વિચાર્યું

આરોપી અસિતકુમાર રમેશકુમાર પટેલ માણસા ખાતે મેડિકલ સ્ટોર ધરાવી વેપાર કરતો હતો અને પોતે અમદાવાદ ખાતે રહેવા આવ્યો હતો. તે વખતે રીયલ એસ્ટેટ બ્રોકર તથા હોલસેલ મેડિકલ સપ્લાયર તરીકે કામ કરતો હતો. રવિ શર્માને ગોતા વિસ્તારમાં મકાન ભાડે અપાવતા પરિચય થયો હતો, જે બાદ આ રવિ શર્મા MD ડ્રગ્સનું સેવન કરતો હોવાનું અસિત પટેલને જાણવા મળતાં તેનું ઊંચા ભાવે વેચાણ કરી તેમાં સારી કમાણી થઇ શકે તેમ હોવાથી MD બનાવવાનું વિચાર્યું હતું.

MD ડ્રગ્સનું કી મટિરિયલ 15000ના ભાવે ખરીદી 25000ના ભાવે સપ્લાય કરતો

ક્રાઈમ બ્રાન્ચે આરોપી આરોપી પંકજ ઉર્ફે પકો પટેલ ધરપકડ કરી પુછપરછ કરતા વર્ષ 2018થી પ્રાઈડ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ કંપની છત્રાલ બિલેશ્વરપુરા ખાતે એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગયા જૂન માસમાં પોતાને કોરોના થતા ચરાડા હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે ગયો હતો, ત્યારે અસિત પટેલ સાથે પરિચય થયો હતો અને તેને વૈષ્ણોદેવી સર્કલ ખાતે અવારનવાર મળતા હતા. આ દરમિયાન અસીત પટેલે MD ડ્રગ્સ બનાવવા અંગે વાત કરી તે બનાવવા માટે કી મટિરિયલ આપવાનું જણાવતા તેની પાસેથી એક લિટરના 15000 રૂપિયાના ભાવે ફોર મિથાઇલ પ્રોપ્યોફીનોન મેળવી પોતાના મિત્ર બિપિન પટેલને 25000ના ભાવે સપ્લાય કરતો હતો અને બિપિન પટેલ કી મટિરિયલ આધારે MD બનાવી એક ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 400 રૂપિયામાં ખરીદ કરતો હતો.

બિપિનકુમાર ફાર્મા કમ્પનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો

ક્રાઈમ બ્રાન્ચે MDનું ઉત્પાદન કરનાર આરોપી બિપિનકુમાર બાબુભાઇ પટેલની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા પોતે ઓસવાલ કેમિકલ કંપની છત્રાલ બિલેશ્વરપુરા ખાતે છેલ્લા છ એક મહિનાથી ટેક્નિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ પોતે B.Sc. તથા M.Sc.નો અભ્યાસ સાયન્સ કોલેજ તલોદ ખાતે કરેલો છે. પોતે વર્ષ 2003થી 2012 સુધી દિસ્માન ફાર્મા કમ્પનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો, ત્યારે આ પંકજ પટેલ પણ સાથે નોકરી કરતા હોવાથી ઓળખાણ થયેલી હતી. આશરે છ એક માસ પહેલા પંકજ પટેલ મળેલા અને તેમણે મેથામ્ફેટામાઇન ડ્રગ્સ બનાવી આપવાનું જણાવ્યુ હતું.

મિનિ લેબ ખાતે FSL પરીક્ષણમાં MD તથા અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી પણ મળી આવી

બિપિન ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હોવાથી પંકજ પટેલ દ્વારા આપવામાં આવતા કી મટિરિયલ (Drugs Key Material) ફોર મિથાઇલ પ્રોપ્યોફીનોનથી પોતાના મકાનમાં મીની લેબ તૈયાર કરી, ગઇ નવરાત્રિ દરમિયાન MD બનાવવાનું અન્ય મટિરિયલ મેળવી મેથામ્ફેટામાઇન ડ્રગ્સ (MD) ઉત્પાદન કરતો હતો અને એક ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 400 રૂપિયાના ભાગે પંકજ પટેલને આપતો હતો. આરોપી બિપિનકુમાર પટેલના રહેણાક ખાતેની મિનિ લેબમાંથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સ (MD) બનાવવા અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ ઉપરોક્ત મિનિ લેબ ખાતે FSL પરીક્ષણમાં MD તથા અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી પણ મળી આવી છે.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો: મુંબઈથી અમદાવાદ 61 લાખથી વધુનું MD ડ્રગ્સ મંગાવનાર આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.