ETV Bharat / city

ધંધુકાના ડોક્ટર સિરાજ દેસાઈ દ્વારા પોતાના મુસ્લિમ સમાજને વેક્સિન લેવા સંદેશ - ahmedabad updates

અમદાવાદ જિલ્લાના ધંધુકા તેમજ ધોલેરા તાલુકાના વિસ્તારો પણ કોરોના જેવા રોગથી પ્રભાવિત થયેલા છે. કેટલાક કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વેકસિન લેવાથી જાનહાની થતી અટકે છે માટે તમામ સમાજના લોકોએ વેકસિન લેવી જોઈએ. ત્યારે ધંધુકાના ડૉ. સિરાજ દેસાઈ દ્વારા પોતાના મુસ્લિમ સમાજ માટે વેક્સિન લેવા લોક સંદેશ વહેતો મૂકવામાં આવ્યો છે.

ધંધુકાના ડોક્ટર સિરાજ દેસાઈ દ્વારા પોતાના મુસ્લિમ સમાજને વેક્સિન લેવા સંદેશ

author img

By

Published : May 31, 2021, 10:02 AM IST

  • ધંધુકાના ડોક્ટર સિરાજ દેસાઈ દ્વારા તમામ મુસ્લિમ સમાજને વેક્સિન લેવા આપ્યો લોક સંદેશ
  • સમાજમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરી વ્યક્તિના બે ડોઝ લેવા કરી અપીલ
  • વેક્સિનના બે ડોઝ લીધેલ વ્યક્તિ કોરોના સામે રક્ષણ મેળવી શકે છે

અમદાવાદ: ધંધુકાના ડૉ. સિરાજ દેસાઈ દ્વારા પોતાના મુસ્લિમ સમાજ માટે વેક્સિન લેવા લોક સંદેશ વહેતો મૂક્યો છે. સમાજના વડીલો અને મિત્રોને સમાજમાં રહેલી કેટલીક ગેરમાન્યતાને દૂર કરી વેક્સિનના બે ડોઝ અવશ્ય લેશો તો કોરોના જેવા રોગથી બચી શકાશે.

આ પણ વાંચો: જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ - 39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ

વેક્સિન લેવાથી જાનહાની થતી અટકે છે

અમદાવાદ જિલ્લાના ધંધુકા તેમજ ધોલેરા તાલુકાના વિસ્તારો પણ કોરોના જેવા રોગથી પ્રભાવિત થયેલા છે. કેટલાક કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વેકસિન લેવાથી જાનહાની થતી અટકે છે માટે તમામ સમાજના લોકોએ વેકસિન લેવી જોઈએ. પોતાના મુસ્લિમ સમાજને વેકસિનના બે ડૉઝ લેવા ડૉ. સિરાજ દેસાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. ડૉ. સિરાજ દેસાઈ જણાવી રહ્યા છે કે, જે કોઈ વ્યક્તિએ વેકસિનના બે ડોઝ લીધેલા છે તે કોરોના જેવા ઘાતક રોગથી બચી શકે છે. તેમણે સાથે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવું, વારંવાર હાથ સેનેટાઈઝ કરવા અથવા સાબુથી હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું, તાવ, શરદી કે ઉધરસ આવતી હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇને સારવાર લઇ લેવા પર ભાર મુક્યો હતો.

ધંધુકાના ડોક્ટર સિરાજ દેસાઈ દ્વારા પોતાના મુસ્લિમ સમાજને વેક્સિન લેવા સંદેશ

આ પણ વાંચો: અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર

મુસ્લિમ સમાજના લોકો કેટલીક ગેરસમજના લીધે વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે

ધંધુકા તાલુકાના રહીશ એવા ડૉ. સિરાજભાઈ દેસાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભડિયાદ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પણ હાલ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, પોતાનો મુસ્લિમ સમાજ કેટલીક ગેરસમજના લીધે વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. તેમણે પોતાનું ઉદાહરણ આપી જણાવેલું કે તેમને કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનના બે ડોઝ લઇ લીધેલા છે. પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ કોરોનાની રસી લીધેલી હોવાથી કોરોના સામે રક્ષણ મળ્યું હતું. માટે મારી વડીલો, મિત્રો એ પોતે વેકસિન લો અને અન્યને પણ વેકસિન લેવડાવો તેવી સમાજના લોક હિતાર્થે અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.