ETV Bharat / city

યુવાનો નશાના રવાડે ચડે તે પહેલા પોલીસે ભણાવ્યો ડ્રગ્સ માફિયાઓને પાઠ - drug trafficking

રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાય છે. તેવામાં હવે આ વખતે જૂનાગઢ અને મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. આ બંને જગ્યાએ સ્થાનિક પોલીસે ડ્રગ્સની સાથે આરોપીઓની પણ ધરપકડ કરી છે. Mephedrone drugs seized from morbi.

યુવાનો નશાના રવાડે ચડે તે પહેલા પોલીસે ભણાવ્યો ડ્રગ્સ માફિયાઓને પાઠ

author img

By

Published : Sep 6, 2022, 1:30 PM IST

અમદાવાદ રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાના સિલસલો બંધ જ નથી થઈ રહ્યો. તેવામાં હવે જૂનાગઢ અને મોરબી જિલ્લામાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે (Junagadh Police) બાતમીના આધારે શહેરના દોલતપરા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે માંગરોળના અયુબ ઘાંચીની સાથે તાલાળાના યુનુસ ઘાંચી અને સલીમ ભાદરકાની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 8.59 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. દોલતપરા વિસ્તારમાંથી અગાઉ પણ 2 વખત મેફ્રેડોન નામના નશીલા પદાર્થ (Mephedrone drugs seized in junagadh) સાથે કેટલાક બૂટલેગરોની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી હતી.

મોરબીમાં પણ ઝડપાયું ડ્રગ્સ તો આ તરફ મોરબી જિલ્લામાં SOGની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone drugs seized in morbi) સાથે દેવિલાલ મગારામ સેવર નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, સામખિયાળી તરફથી ડ્રગ્સની હેરાફેરી માટે (drug trafficking) એક વ્યક્તિ આવી રહ્યો છે. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે ભીમસર ચોકડીના ઓવરબ્રિજ પાસે આરોપીને મેફેડ્રોન ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સાથે જ પોલીસે (Morbi Police) આરોપી પાસેથી 10,09,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતમાં પણ પકડાયું હતું MD ડ્રગ્સ તો હાલમાં જ સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડી હતી. આ બંને મહિલાઓ ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરતી હતી તેવું જાણવા મળી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર, DCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, મુંબઈથી 2 મહિલાઓ ટ્રેન મારફતે સુરત આવી છે અને તેઓ ડ્રગ્સની ડિલવરી સુરતમાં (surat crime branch news) આપશે. તો ક્રાઈમબ્રાન્ચની ટીમે વોચ ગોઠવી લિનિયર બસ સ્ટેન્ડ પાસેથી હીના શૌકત અલી મૂમતાઝ અહેમદ શેખ અને હશમત ઈરફાન અલીમ સૈયદને ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે નશાના કાળા વેપારની ચેન તોડી નાખી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.