ETV Bharat / city

Medicine supply in Gujarat : આત્મનિર્ભર ગુજરાત પાસે 4 મહિનાથી વધુ ચાલે તેટલી દવાનો જથ્થો અનામત - કોવિડ19 અપડેટ 2022

કોરોનાની બીજી લહેરમાં દવાઓની અછત વર્તાઈ હતી તેવું ત્રીજી લહેરમાં (Covid 19 Update 2022) નહીં થાય. કારણ કે રાજ્યના ડેપોમાં 4 મહિનાનો દવાનો સ્ટોક (Medicine supply in Gujarat ) પડયો છે.

Medicine supply in Gujarat : આત્મનિર્ભર ગુજરાત પાસે 4 મહિનાથી વધુ ચાલે તેટલી દવાનો જથ્થો અનામત

author img

By

Published : Jan 19, 2022, 7:59 PM IST

અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેરમાં સંપૂર્ણ વિશ્વ (Covid 19 Update 2022) હતપ્ર્રભ છે. ત્રીજી લહેરમાં એક વ્યક્તિ 16 થી 17 જેટલા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 70 હજારથી વધુ કેસો નોંધાયા છે. પરંતુ રાહતની વાત એ છે કે, વેક્સિનેશનને લઈને હોસ્પિટલઇઝેશનનો દર 02 ટકાથી પણ નીચો છે અને દવાઓ પણ (Medicine supply in Gujarat ) પૂરતા પ્રમાણમાં છે.

રાહતની વાત એ છે કે, વેક્સિનેશનને લઈને હોસ્પિટલઇઝેશનનો દર 02 ટકાથી પણ નીચો છે

કઈ દવાઓની માગ ?

કોરોનાની પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં (Covid 19 Update 2022) પણ એઝીથ્રોમાઇસીન, વિટામીન-સી, મલ્ટીવિટામિન, પેરાસીટામોલ, ઝીંક અને ગિલોય જેવી દવાઓનો વપરાશ (Medicine supply in Gujarat ) વધ્યો છે. છેલ્લા 25-30 દિવસમાં આ દવાઓના વેચાણમાં 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે.જો કે આ દવાઓ શિડ્યુલ્ડ 'એચ' ડ્રગ હોવાથી ડોક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ નહીં તો લિવર અને કિડનીને અસર કરે છે.

દવાઓનો પૂરતો સ્ટોક

કોરોનાની બીજી લહેરમાં જેમ દવાઓની અછત વર્તાઈ હતી. તેમ ત્રીજી લહેરમાં (Covid 19 Update 2022) દવાઓની અછત થશે નહીં. કારણ કે, દવાઓના ઉત્પાદકોએ માંગ પ્રમાણે દવાઓનું ઉત્પાદન (Atmanirbhar Gujarat in Medicine) વધાર્યું છે. રાજ્યના ડેપોમાં 03 મહિનાનો દવાનો સ્ટોક પડયો છે. જ્યારે ડિસ્ટ્રિબ્યુટરો પાસે 1.5 મહિનાનો દવાઓનો સ્ટોક પડયો હોય છે. રિટેલર પાસે 15 દિવસનો સ્ટોક અનામત હોય છે અને દોઢ મહિના જેટલો વધારાનો દવાનો સ્ટોક રાજ્યના કેમિસ્ટ એસોસિએશને રાખવાનું નક્કી કર્યું છે. આમ 4.5 મહિના ચાલે તેટલા દવાઓનો સ્ટોક (Medicine supply in Gujarat ) રાજ્યમાં ઉપલબ્ધ છે.

ભારતમાં દવાઓના રો-મટિરિયલનું ઉત્પાદન

કોરોનાની બીજી લહેરમાં ફેવીપીરાવીર જેવી દવાઓની અછત વર્તાઈ હતી. કારણ કે, તેનો કાચો માલ ચાઇનાથી આવતો હતો. પરંતુ હવે આત્મનિર્ભર ભારત (Atmanirbhar Gujarat in Medicine) અંતર્ગત મોટાભાગની દવાઓનું ઉત્પાદન (Covid 19 Update 2022) ભારતમાં થાય છે. જેથી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ (Medicine supply in Gujarat ) છે અને ભાવ વધારો પણ જોવા મળતો નથી. ગુજરાતમાં કેમિસ્ટ એસોસિએશનના 27 હજાર મેમ્બર છે, જ્યારે દેશમાં સાડા નવ લાખ જેટલા મેમ્બર છે.

આ પણ વાંચોઃ કોરોનાની સારવાર: સુપ્રીમ કોર્ટે વૈકલ્પિક દવાઓની સંભાવનાને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો

ઓમિક્રોન માટે વિશિષ્ટ દવાની જરૂર નહીં ?

ઓમિક્રોન વધુ ઝડપથી ફેલાતો વાયરસ હોવા છતાં ઘાતક નથી. તેમાં શરદી-ખાંસી જેવી અસર થાય છે. જેની દવાઓ (Medicine supply in Gujarat ) પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જો કે ઓમિક્રોન માટે મોલનુપીરાવીર કરીને દવા છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન અનુસાર તે વાપરવી હિતાવહ નથી. વળી ઓમીક્રોનમાં ડેલ્ટા વેરિયન્ટની જેમ શ્વાસમાં તકલીફ પડતી ન હોવાથી ઓક્સીમીટર પણ લોકો ભાગ્યે જ ખરીદે છે.

કોરોનાને લગતી કેમિસ્ટની વસ્તુઓના ભાવ અને તેનો ઉપાડ

કોરોનાની બીજી લહેરની જેમ જ ત્રીજી લહેરમાં પણ (Covid 19 Update 2022) દવાઓ, માસ્ક અને સેનીટાઇઝરનો ઉપાડ (Medicine supply in Gujarat ) વધ્યો છે, પરંતુ ભાવમાં વધારો થયો નથી. અમદાવાદમાં જ દરરોજના હજારો જેટલા માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. એક કેમિસ્ટ દરરોજના 50 જેટલા માસ્ક વેચે છે. જો એ N-95 માસ્કની વાત કરીએ તો તે અત્યારે 30 રૂપિયામાં મળે છે, જે પહેલા 60 રૂપિયામાં મળતું હતું. થ્રી લેયર માસ્ક પાંચ રૂપિયામાં મળે છે, જે પહેલા 10 રૂપિયામાં મળતું હતું. સેનટાઇઝર 400-500 રૂપિયે 05 લીટર છે. અન્ય વસ્તુઓમાં ભાવ વધારો નથી. જ્યારે એઝીથ્રોમાઇસીન અને ડોલો ( પેરાસીટામોલ - 650) નું વેચાણ હાલમાં ખૂબ વધારે છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં વિટામિન Cની મેડીસીનના ભાવમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.