ETV Bharat / city

સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું - Social distance

વૈશ્વિક મહામારી કોરોનાનો ગુજરાતમાં અને તેમાં પણ આર્થિક રાજધાની અમદાવાદમાં મહાભરડો છે. તેમ છતાં સોશિઅલ ડિસ્ટન્સ અને માસ્ક જેવા ખૂબ જ જરુરી બચાવ પગલાં લેવાની કાળજીની બાબતે શહેરીજનોમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે. વસ્ત્રાપુર સ્થિત મોલને આ કારણે સીલ કર્યાંને ગણતરીના કલાકોમાં બીજી એક જાણીતી જગ્યાએ પણ આ જ કારણે સીલ વાગ્યાંના સમાચાર સામે આવ્યાં છે. મેમનગર જેવા સંપન્ન વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડ આઉટલેટમાં સોશિઅલ ડિસ્ટન્સના પાલનના અભાવને લઇને સીલ મારવામાં આવ્યું છે.

સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું

author img

By

Published : Aug 4, 2020, 7:21 PM IST

અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વિભાગ દ્વારા સોશિઅલ ડિસ્ટન્સનું પાલન ન થતાં અને માસ્ક ન પહેરતાં લોકો સામે કડક કાર્યવાહી થઇ રહી છે ત્યારે સોશિઅલ ડિસ્ટન્સના અભાવે શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડનું આઉટલેટ આજે સીલ કરવામાં આવ્યું છે.

સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું
મહત્વનું છે કે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં સમગ્ર હકીકત બહાર આવી છે. એએમસીએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યા બાદ શરૂ કાર્યવાહી શરૂ કરાઇ છે. જો કે મહત્વનું છે કે અમદાવાદમાં ખાણીપીણીના રસિયાઓ માસ્ક વગર જ શહેરમાં નીકળી પડે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર આ પ્રકારના ચેકિંગ થતાં રહે છે જેમાં લોકો સોશિઅલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલીને જાણે કોરોના ખતમ થઈ ગયો છે તેવી રીતનું જ વર્તન કરતાં નજરે પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.