અમદાવાદ : અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ચાંગોદર નજીક તુલીપ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે. આગ એટલી ભીષણ હતી કે, ધૂમાડાના ગોટા દૂરદૂર સુધી જોવા મળ્યાં હતાં. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગના પગલે ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ઘર્યા છે. પરંતુ આગ કેમિકલમાં લાગી હોવાથી ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
ભીષણ આગના પગલે અમદાવાદ ફાયર વિભાગના 3 ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આગ એટલી ભીષણ છે કે આગ પર કાબૂ મેળવવા માટે હજુ ફાયર વિભાગને આશરે ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે.