ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટર પર ચાકુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 13 નવેમ્બર, બુધવારે ચેન્નાઈની કલાઈગનર સેન્ટેનરી ગવર્નમેન્ટ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બની હતી, જ્યારે 25 વર્ષીય યુવકે કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. બાલાજી પર ચાકુ વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ પેરુંગાલથુરના રહેવાસી વિગ્નેશ્વરન તરીકે થઈ છે. આરોપીની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આ દરમિયાન ઝઘડો થતાં તેણે ડોક્ટર પર નિશાન સાધ્યું હતું. વિગ્નેશ્વરનની માતા પ્રેમા કેન્સરથી પીડિત હતી અને છ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.
#WATCH | Chennai, Tamil Nadu | AIADMK leaders C Vijayabaskar and D Jayakumar meet the doctor who was attacked by knife while he was on duty at Kalaignar Centenary Super Speciality Hospital in Chennai pic.twitter.com/C2fp0MTq9f
— ANI (@ANI) November 13, 2024
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી, જે અગાઉ આ જ હોસ્પિટલમાં સહાયક તરીકે કામ કરતો હતો, તેણે છરી સાથે ડૉ. બાલાજી પર હુમલો કર્યો હતો. ડૉક્ટરને છરાના અનેક ઘા સાથે સઘન સંભાળ એકમમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે અને અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ચેન્નાઈ પોલીસે વિગ્નેશ્વરન અને તેના સહયોગીની ધરપકડ કરી છે અને કેસની તપાસ કરી રહી છે.
સીએમ એમકે સ્ટાલિને હુમલાની નિંદા કરી
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને હુમલાની નિંદા કરતા કહ્યું, "ડૉ. બાલાજી પરનો હુમલો આઘાતજનક છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મેં આ મામલે સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અમારા તબીબો લોકોને સ્વાસ્થ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે." અમે તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે અથાક કામ કરીએ છીએ."
રાજ્યના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી હતી કે પ્રેમાની તબિયત બગડી હતી અને તેને તબીબી સલાહ વિરુદ્ધ રજા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિગ્નેશ્વરન હોસ્પિટલથી પરિચિત હોવાને કારણે ડૉક્ટર પર હુમલો કરી શક્યો.
આ ઘટનાએ આરોગ્ય કર્મચારીઓની સલામતી અંગે ચિંતા ઊભી કરી છે અને સરકારી હોસ્પિટલોમાં વધુ કડક સુરક્ષા પગલાં લેવાની હાકલ કરી છે.