ETV Bharat / city

તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યની ખેતીને મોટાપાયે નુકસાન

author img

By

Published : May 21, 2021, 9:18 PM IST

17મીએ ગુજરાતની ધરતી પર ત્રાટકેલા અને બે દિવસ સુધી ગુજરાતની ધરતીને ધમરોળનાર વાવાઝોડું તૌકતે તો હવે ચાલ્યું ગયું છે પણ તેણે રાજ્યમાં મોટા પ્રમાણમાં નુકસાન વહોર્યું છે. નુકસાનના દ્રશ્યો જોઇને વડાપ્રધાને રાજ્યને તાત્કાલિક ધોરણે 1000 કરોડની સહાય જાહેર કરી. જો રાજ્યના સત્તાવાર આંકડાની વાત કરીએ તો તે અનુસાર અત્યાર સુધીમાં 79 લોકોએ વાવાઝોડાના કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે 5400થી વધુ ગ્રામ્યવિસ્તારમાં વિજપુરવઠો ખોરવો હતો. તો બીજી તરફ ખેતીમાં પણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યની ખેતીને મોટાપાયે નુકસાન
તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યની ખેતીને મોટાપાયે નુકસાન
  • તૌકતેએ સર્જી તારાજી
  • ખેતી ક્ષેત્રમાં સર્જાયું નુકસાન
  • ખેડૂતો રોઇ રહ્યાં છે રાતા પાણીએ

ન્યૂઝ ડેસ્ક: ખેતીના પાકના નુકસાનમાં વાત કરીએ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની તો જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10,792 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 1,015 હેક્ટરમાં અડદ, 1,015 હેક્ટરમાં મગફળી, 2,479 હેકટર જમીનમાં તલ, 1,067 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વાવાઝોડાની અસરને કારણે મોરબી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મોરબી જિલ્લામાં ગ્રામસેવકો દ્વારા હાલમાં ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન અંગે ગ્રામસેવક દ્વારા સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો: ઓલપાડ તાલુકામાં વાવઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ

કમલપુરમાં ખેતરમાં ઉગી નિકળ્યા મગ
વડોદરાના સાવલી તાલુકાના કમલપુરા ગામ પાસે આવેલા ધણાં ખેતરમાં બાજરી, તલ અને મગ જેવા ઉનાળુ પાકની ખેતીને ખુબ જ નુકસાન થયું છે. અન્ય ઉનાળુ પાકમાં બાજરી અને તલની ખેતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તૌકતે ચક્રવાતના કમોસમી વરસાદના કારણે તમામ ઉનાળુ પાકની ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. ઘણાં ખેતરમાં તૈયાર થયેલા મગ ખેતરમાં જ પલળીને ઊગી નીકળ્યા છે. કમલપુરા ઉપરાંત આજુબાજુના રામપુરા, ધનતેજ, વડિયા, વસનપુરા જેવાં અનેક ગામોના ખેતરમાં પણ વાવાઝોડાના કારણે આ જ સ્થિતિ જોવા મળી રહી છે. કમલપુરા પંથકના ખેડૂતો દ્વારા પાકમાં થયેલા નુકસાનના વળતર માટે મુખ્યપ્રધાન પાસે આશા રાખી રહ્યાં છે.

3000 હેક્ટરમાં પાકને થયું નુકસાન
તો આ તરફ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઉભા પાકને વ્યાપક અસર થઇ છે. મહુવા તાલુકાના કાછલ સહિતના વિવિધ ગામોમાં ખેડૂતોના ઉભા ડાંગરના પાકને નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર તાલુકામાં 4,000 થી વધુ હેક્ટરમાં વિવિધ પાકોની રોપણી કરવામાં આવી હતી. જેમાંથી સરકારી આંકડાની વાત કરી એ તો મહુવા તાલુકામાં શિયાળુ, ઉનાળુ અને બાગાયતી પાકમાં 3,000 હેકટરમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જેની સર્વેની કામગીરી બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

વધુ વાંચો: તૌક્તે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સૈન્ય સહાયની રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ગાથા

વંથલીમાં પણ કેસરને મોટા પાયે નુકસાન
વાવાઝોડાને પગલે ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં આંબાની સાથે કેસર કેરી પણ વાવાઝોડું કહેર બનીને તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢથી ઉના સુધીના મોટાભાગની આંબાવાડીઓમાં વાવાઝોડાએ કેસર કેરીનો ફાલ ઝાડ પરથી ખરી પડ્યો છે જેના કારણે ખેડૂતો આ પાકને ખૂબ જ નજીવા ભાવે વેચવા મજબૂર બન્યા છે તો આ તરફ વંથલી પંથકમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. વંથલી પંથકની કેસર કેરી પાછતરા કેરીના પાક તરીકે જૂનાગઢ જિલ્લામાં વર્ષોથી ઉત્પાદિત થઈ રહી છે, ત્યારે તૌકતે વાવાઝોડાની વિનાશક અસરો નીચે વંથલી પંથકની કેસર કેરીનો પાક પણ હવે વાવાઝોડાની ભેંટ ચડી ચૂક્યો છે. ખેડૂત અને ઈજારેદારોને ખૂબ મોટું પાયે નુકસાન થયું છે

કેસર કેરીના ખેડીતોને આશરે રુપિયા 100 કરોડનું નુકસાન
વાવાઝોડાને કારણે ગીરની શાન સમી કેસર કેરીના ઉત્પાદન પર ખૂબ જ વિપરિત અસરો પડી રહી છે. એક અંદાજ મુજબ ગીરના આંબાવાડીઓમાં અંદાજિત 100 કરોડ કરતા વધુનો કેરીનો પાક નષ્ટ થયો છે. જૂનાગઢમાં કેરીની ખેતીમાં પાછલાં 20 વર્ષની વાત કરીએ તો આ પ્રકારનું નુકસાન પ્રથમ વખત વાવાઝોડાને કારણે થયું છે. કચ્છ જિલ્લો વિશાળ બાગાયતી વિસ્તાર ધરાવે છે. કચ્છમાં મુખ્ય આંબા, ખારેક તેમજ દાડમ જેવા બાગાયતી પાક લેવામાં આવે છે. તેમાં પણ કચ્છની કેસર કેરી તો વિશ્વસ્તરે પણ વખણાય છે. ખેડૂતો જ્યારે કેસર કેરી ઉતરવાની તૈયારી ત્યારે જ રાજ્યમાં તૌકતે વાવાઝોડું ત્રાટક્યું, પરંતુ વાવાઝોડું ફંટાઇ જતા કચ્છ પર તેની કોઇ ખાસ અસર થઇ નથી. આમ છતાં ભારે પવનના કારણે કેરીના પાકને થોડી ઘણી અસર થઇ છે. અંજાર, ભચાઉ તેમજ માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા ગામડાઓમાં કેરીને 25 ટકા જેટલું નુકસાન થયું છે. આ વિસ્તારમાં કેરીનો પાક ખરી પડ્યાની તસવીરો સામે આવી છે. આ અંગે બાગાયત વિભાગના આઠ અધિકારીઓ સંભવિત નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક સર્વેની કામગીરી કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.