નવી દિલ્હીઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન બાંગ્લાદેશના 24 વર્ષીય યુવા ફાસ્ટ બોલર હસન મહમૂદની સામે ટકી શક્યા નહીં. મહમૂદે તેની ઘાતક બોલિંગ વડે ભારતના ટોપ ઓર્ડરને વેર-વિખેર કરી નાખ્યું હતું.
હસન મહમૂદે ટીમ ઈન્ડિયાને આંચકો આપ્યો:
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ફાસ્ટ બોલર હસન મહમૂદનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. મોટી અપેક્ષાઓ સાથે મેદાનમાં ઉતરેલા ટોપ-3 ભારતીય સ્ટાર બેટ્સમેન, કેપ્ટન રોહિત શર્મા (6), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6) સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. બાંગ્લાદેશના મહેમૂદે ત્રણેયને વિકેટ લઈ સનસનાટી મચાવી દીધી હતી અને એક સમયે ભારતનો સ્કોર 34-3 હતો.
- wicket of Rohit.
— Johns. (@CricCrazyJohns) September 19, 2024
- wicket of Gill.
- wicket of Kohli.
HASAN MAHMUD - Remember the name, future of Bangladesh is here. 🫡 pic.twitter.com/eo4Oy8H13Q
આ પછી, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 62 રનની ભાગીદારી થઈ અને લંચ સુધી ભારતનો સ્કોર (88/3) રહ્યો. પરંતુ, લંચ બ્રેક પછી, મહેમૂદનો જાદુ ફરી એક વાર કામ કરી ગયો અને તેણે 39 રનના વ્યક્તિગત સ્કોર પર રિષભ પંતને વિકેટ પાછળ ફસાવીને ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી. આ બોલરે 4 વિકેટ પોતાના નામે કરી લીધી હતી અને તે સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે.
કોણ છે હસન મહમૂદ?
હસન મહમૂદનો જન્મ 1999માં બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં થયો હતો. હવે તે 24 વર્ષનો છે. 2020 માં, તેણે ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્યારથી તેણે 18 T20I રમી છે અને 18 વિકેટ લીધી છે. તે વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 22 વનડેમાં 30 વિકેટ ઝડપી છે.
મહેમૂદે આ વર્ષે લંકાની ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લઈને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતીને તે ચર્ચામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં 8 વિકેટ લીધી હતી. તેમાં 5 વિકેટનો હોલ પણ સામેલ છે.
Hasan Mahmud breaks the partnership by claiming the wicket of Rishabh Pant! That’s his fourth wicket and a vital breakthrough for the side. 👏🇧🇩#BCB #Cricket #INDvBAN #WTC25 pic.twitter.com/SsGC2kEQDB
— Bangladesh Cricket (@BCBtigers) September 19, 2024
પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 376 રન બનાવ્યા હતા, જેમાં અશ્વિન અને જાડેજાએ મોટી ભાગીદારી કરી હતી. જેના જવાબમાં બાંગ્લાદેશ ટીમ માત્ર 149 રનમાં સમેટાઇ ગઈ હતી. હાલ ભારત 283 રને લીડ કરી રહી છે. બીજા દિવસે ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેદાનમાં રમી રહ્યા છે. (આ અહેવાલ લખાય છે તે સમયે) ભારતનો હાલનો સ્કોર 2 વિકેટ સાથે 52 રનનો છે.
આ પણ વાંચો: