- અમદાવાદમાં માત્ર 4 ટકા વૃક્ષ બચ્યાઃ પર્યાવરણ વિશેષજ્ઞ
- કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના અસ્તિત્વ સામે સવાલ
- ગુજરાતમાં માત્ર 8.23 ટકા જ ફોરેસ્ટ લેન્ડ આવેલી છે
આ પણ વાંચોઃ ડાંગના જંગલમાં 4 ટન ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ નાખતા વન્યપ્રેમીઓમાં આક્રોશ
અમદાવાદઃ વૃક્ષોના મહત્ત્વને સમજી દર વર્ષે 21 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વલ્ડ ફોરેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં 21 માર્ચે યોજાયેલા યુરોપીય કૃષિ સંગઠનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વધતા કોન્ક્રીટના જંગલો સામે વૃક્ષોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે ત્યારે દરેક દેશ માટે ચિંતાનો વિષય છે કે કઈ રીતે વનીકરણમાં વધારો કરવામાં આવે અને વન્ય જીવન ટકાવી રાખી શકાય?
ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ
ભારતમાં વર્ષ 2011માં કુલ જમીન વિસ્તારના 21.05 ટકા વિસ્તારમાં જંગલો હતા. જ્યારે ગુજરાતમાં 11.04 ટકા જંગલો હતા, પરંતુ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વર્ષ 2016-17માં આવેલા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં માત્ર 8.23 ટકા જ ફોરેસ્ટ લેન્ડ છે, જેમાંથી પણ માત્ર 0.19 ટકા જમીન વધુ ગીચ જંગલોની છે. જ્યારે મધ્યમ ગીચ જંગલોની ટકાવારી 2.66 ટકા અને ખૂલ્લા જંગલો 4.62 ટકા છે.
આ પણ વાંચોઃ જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી
જંગલોના પ્રકારને લઈ અનામતની ટકાવારી
સરકારની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ હોય તેવા જંગલોને અનામત જંગલો કહેવાય છે. ભારતમાં કુલ જંગલ વિસ્તારના 54 ટકા અનામત જંગલો છે. વધુમાં કુલ જમીનના 33 ટકા જંગલ વિસ્તાર આદર્શ પ્રમાણ મનાતુ હોવાથી ભારત સરકારે 33 ટકા વિસ્તાર વનઆચ્છાદિત કરવાનો સંકલ્પ લીધો છે.
મોટા પાયે વૃક્ષ દિવસોની ઉજવણી છતાં વૃક્ષો ટકતા નથી
પર્યાવરણના ક્ષેત્રના વિશેષજ્ઞ મહેશ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, પર્યાવરણ દિવસ, વિશ્વ વનીકરણ દિવસ જેવા દિવસોમાં મોટા પાયે વૃક્ષો ઉગાડવાનો કાર્યક્રમ કરવામાં આવે છે પણ ચોક્કસ સમયાંતરે તેમની કેસ કરવામાં નથી આવતી. વર્ષ 2010માં પણ અમદાવાદે સૌથી વધુ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જ્યો હતો. ગત વર્ષે પણ અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. પણ આજની પરિસ્થિતિ વિશે કોઈ જાણતું નથી.