ETV Bharat / city

પુરુષોત્તમપ્રિયદાસજીના અવસાન પર વડાપ્રધાન, ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 78 વર્ષીય આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીનું કોરોના વાઇરસથી 18 દિવસની સારવાર બાદ આજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પુરુષોત્તમપ્રિયદાસજીના અવસાન પર વડાપ્રધાન,ગૃહપ્રધાન અને મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jul 16, 2020, 2:47 PM IST

અમદાવાદ: આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો જન્મ કચ્છ જિલ્લામાં ભૂજ નજીક આવેલા ભારાસર ગામમાં 28 મે 1942ના રોજ થયો હતો. તેમની માતાનું નામ રામબાઈ અને પિતાનું નામ શામજીભાઈ માઘાણી હતું.સ્વામીજીના બાળપણનું નામ હીરજી હતું.

પુરુષોત્તમ પ્રિયદાસજીએ 19 વર્ષની વયે વર્ષ 1962માં અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના તત્કાલીન આચાર્ય મુક્તજીવન સ્વામીબાપા પાસેથી શાસ્ત્રોકત વિધિનુસાર દીક્ષા ગ્રહણ કરી હતી.ત્યારબાદ તેઓ હીરજીમાંથી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી તરીકે ઓળખાયાં. મુક્તજીવન સ્વામીએ તેમના અનુયાયી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને માત્ર 23 વર્ષની યુવાન વયે તેમના અંગત મદદનીશ તરીકે પસંદ કર્યા.

મુક્તજીવન સ્વામીએ પુરુષોત્તમપ્રિયદાસજીને પોતાના ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 28 ફેબ્રુઆરી,1979ના રોજ નિયુક્તિ કરી. પોતાના ગુરુદેવને સુયોગ્ય અંજલિરૂપે પુરુષોત્તમપ્રિયદાસજીએ અમદાવાદના ઘોડાસર ખાતે ભવ્ય સ્મૃતિમંદિર - 'વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર'નું નિર્માણ કરાવ્યું જેનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

પુરુષોત્તમપ્રિયદાસજીના અવસાન પર વડાપ્રધાન,ગૃહપ્રધાન અને મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
પુરુષોત્તમપ્રિયદાસજીના અવસાન પર વડાપ્રધાન,ગૃહપ્રધાન અને મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
વિશ્વશાંતિ અને સદભાવનાનો સંદેશ વિશ્વભરમાં પ્રસરાવવા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો તો આપત્તિના સમયે જેમ કે ગુજરાતનો 2001નો ભુકંપ કે 2002ના કોમી રમખાણો, તેઓએ ભોગ બનેલા જરૂરિયાતમંદોને મદદનો હાથ લંબાવ્યો.

41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તરીકે સેવા બજાવનાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે વિશ્વનાં અનેક દેશોમાં સ્વામિનારાયણ મંદિરોનું સર્જન કર્યું. સ્વામીજીના સત્સંગ પ્રવચનનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉમટી પડતાં હતા અને સ્વામીજીએ અસંખ્ય સત્સંગીઓનું જીવન તેમના સત્સંગ અને સાનિધ્યથી ધન્ય કરી દીધું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ સ્વામીજીના અવસાન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતાં તેઓ આઘાત સહ દુઃખની લાગણી અનુભવે છે.સદગતને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આચાર્યશ્રીના બ્રહ્મલીન થવાથી સૌ હરિભક્તો અને જનસામાન્ય એ પ્રેરણાપુંજ ગુમાવ્યાં છે. મહોદય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીએ સમાજ જીવનમાં અધ્યાત્મથી અંધશ્રદ્ધા અને વ્યસનમુક્તિ સામે મોટા પાયે ઝુંબેશ ચલાવી હજારો લોકોને સત્સંગના માર્ગે વાળ્યાં હતાં તેમજ સંસ્થાઓની સ્થાપના કરી સમાજમાં જન જાગૃતિ ફેલાવી, સંવર્ધન અને તેના પ્રસાર થકી માનવમૂલ્યોના ઘડતરનું પ્રદાન કર્યું છે. તેઓનું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીને માર્ગદર્શન અને પ્રેરણા આપતું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.