ETV Bharat / city

અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અનેક લોકોએ કરાવ્યું ફ્રીમાં ડાયાલિસિસ

author img

By

Published : Oct 3, 2020, 6:56 PM IST

Updated : Oct 4, 2020, 1:29 PM IST

સરકાર દ્વારા કાર્યરત સ્કૂલ સ્વાસ્થ્ય યોજના અને મા યોજનાના કારણે દર્દીઓ ડાયાલીસિસ સુવિધાનો નિશુલ્ક લાભ મેળવી રહ્યાં છે . સરકારની આવી યોજનાઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે.

અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અનેક લોકોએ કરાવ્યું ફ્રીમાં ડાયાલિસિસ
અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અનેક લોકોએ કરાવ્યું ફ્રીમાં ડાયાલિસિસ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રહેતાં અમૃતભાઇ શંકરભાઇ ઠાકોર પોતાની પૌત્રી તુલસી ઠાકોર જે ઘોરણ 8માં અભ્યાસ કરે છે તે 4 મહિના અગાઇ કિડનીની તકલીફથી પીડાતી હતી. તુલસીનું પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તુલસીના પિતા દિનેશભાઇને પાંચ સંતાન છે. તેવામાં 12 વર્ષીય તુલસીની કિડનીની સારવાર માટે અત્યંત ખર્ચાળ ડાયાલિસીસ કરાવવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું.એવામાં તેમને સ્કુલમાંથી સ્કૂલ સ્વાસ્થ્ય યોજના વિશે જાણ થતાં તે યોજના અંતર્ગત ડાયાલિસિસ કરાવવા તેઓ અમદાવાદ સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવી પહોંચ્યાં. આજે અમૃતભાઇ સોઢા છેલ્લાં ચાર મહિનાથી નિયમિતપણે કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહ્યાં છે.

સ્કૂલ સ્વાસ્થ્ય યોજના અને મા યોજનાના કારણે ગરીબ દર્દીઓને લાભ

આવા જ અન્ય એક 54 વર્ષીય દર્દી ચેતનભાઇ સોઢા કે જેઓ અમદાવાદ શહેરમાં ઇમીટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરીને રોજગારી રળે છે. તેઓને 8 વર્ષ પહેલાં કિડનીમાં એકાએક તકલીફ વધી જતાં કાયમી કિડનીની ગંભીર સમસ્યા ઉભી થઇ ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા જતાં હતાં પરંતુ તે ખૂબ જ મોંધુ પડી રહ્યું હતું. તેવામાં ચેતનભાઇને સરકાર દ્વારા કાર્યરત મા કાર્ડ યોજના વિેશે જાણ થઇ અને મા કાર્ડ યોજના અંતર્ગત અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાનું શરૂ કર્યુ અને છેલ્લા આઠ વર્ષથી દર અઠવાડિયામાં જરૂરિયાત પ્રમાણે 2 થી 3 વખત નિયમિત ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. અહીની ડાયાલિસિસ સારવાર તેમ જ હોસ્પિટલમાં મળતી સેવાઓથી પ્રભાવિત થઇને ચેતનભાઇ કિડનીની સમસ્યાથી પીડિત દર્દીઓને અમદાવાદ કિડની હોસ્પિટલમાં જ ડાયાલિસિસ કરાવવા આવવા માટે આગ્રહ કરે છે.

સ્કૂલ સ્વાસ્થ્ય યોજના અને મા યોજનાના કારણે દર્દીઓને ડાયાલિસિસ સુવિધા મળી રહી છે

ડાયાલિસિસ કરાવવાની જરૂર કેમ પડે છે?

IKDRC નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડૉ. હિમાંશુ જણાવ્યું હતું કે આજના દિવસોમાં સામાન્યપણે કિડની ફેલ્યોરના કિસ્સા ઘણા જોવા મળી રહ્યાં છે. જેમાં એક્યુટ અને ક્રોનિક તેમ બે પ્રકારના કિડની ફેલ થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાવ, ડાયેરિયા, ઉલ્ટીના કારણે થોડાક સમય માટે થતા કિડની ફેલ્યોરને એક્યુટ કહે છે જેમાં ડાયાલિસિસ કરીને પૂર્વવત થવાની સંભાવનાઓ રહેલી છે. જ્યારે ક્રોનિક ફેલ્યોરમાં કિડની લાંબા ગાળા અથવા આજીવન કામ કરવાનું બંધ કરી દે છે. તેવા સંજોગોમાં દર્દીને અઠવાડિયામાં બે થી ત્રણ વખત નિયમિત ડાયાલિસિસ કરાવવું પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ડાયાલિસિસના બે થી ત્રણ હજાર ખર્ચ થાય છે. તેનો મતલબ કે વ્યક્તિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મહિને 25 થી 30 હજાર રૂપિયા ફક્ત ડાયાલિસિસમાં ખર્ચ કરવો પડે. સરકારે આવા ગરીબ દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને વિનામૂલ્યે ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

Last Updated : Oct 4, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.