- ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જ જોઈએ- દિલીપદાસજી
- તેની રક્ષા કરવી દરેક ધર્મના લોકોની ફરજ છે : વિજય પરસાણા
- ગૌહત્યા મામલે વધુ કડક કાયદો લાવવો જોઈએ : દિલીપદાસજી
અમદાવાદઃ આ મામલે જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજીએ વધુમાં જણાવ્યું કે ગાયની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે. ગૌહત્યા થાય છે તે ખોટું છે. ગાયથી આપણને ઘણા ફાયદા થાય છે. ગાય એ સનાતન ધર્મની એક શક્તિ છે. તેનાથી દરેક ધર્મના લોકોને ફાયદો થાય છે. એટલે કે અલાહાબાદ હાઇકોર્ટે જે રાષ્ટ્રીય પશુની વાત કરી છે તે ખરેખર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જ જોઈએ.
વિજય પરસાણાએ ખેતી માટે ગાયનું મહત્ત્વ સમજાવ્યું
જ્યારે ગૌપ્રેમી વિજય પરસાણાએ કહ્યું કે યુગોથી ગૌમાતા પૂજાય છે. તેના ગૌમૂત્રથી અનેક ફાયદા થાય છે. 30 વીઘા જમીનમાં એક જ ગૌમાતાથી ખેતી થઈ શકે છે. તેના ગૌમૂત્રને દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. પૃથ્વી પર એક જ જીવ એવો છે જે સૂર્યપ્રકાશને ખેંચી શકે છે. એટલે કે ગૌમાતાની દરેક ધર્મના લોકોએ રક્ષા કરવી જોઈએ. જ્યારે ગૌમાતાની રક્ષા કરવી એ આપણી ફરજ પણ છે. હવે સરકારે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં વધુ વિચારવું ન જોઈએ.
આ પણ વાંચોઃ શું ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ? આ અંગે જાણો કચ્છના ગૌરક્ષકોના વિચારો
આ પણ વાંચોઃ જાણો, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે શું કહ્યું