- ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
- કોરોનાને લઈને સુવિધાઓની માહિતી મેળવી
- દર્દીઓ માટેની વ્યવસ્થાને લઈને આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી
અમદાવાદ: દેશભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને ગુજરાત રાજ્યની સ્થિતિ હાલ કફોડી બની છે. રાજ્યમાં અમદાવાદ સુરત સહિતના મહાનગરો કોરોના વાઇરસના ભરડામાં છે ત્યારે દેશના વડાપ્રધાનની સીધી અપીલ છે કે હાલ કોરોનાની મહામારીનો વિકટ સમય છે, હાલ ભાજપ કોંગ્રેસ ભૂલી દરેક રાજ્યોની પ્રજાના જીવનને પ્રાધાન્ય આપવું જોઈએ.
આ પણ વાંચો : અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બયુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન
વિરમગામ,માંડલ,દેત્રોજ સામૂહિક કેન્દ્રની ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે મુલાકાત લીધી.
ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે માંડલના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે માંડલ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા ડોક્ટર સાથે મિટિંગ કરી માંડલ વિસ્તારની માહિતી લીધી અને વિસ્તારના આરોગ્ય કેન્દ્ર આવેલા છે તેમા કોરોનાના દર્દીને શું સગવડ આપી શકાય તેની ચર્ચા પણ કરી હતી. આગામી દિવસોમાં પણ સોનાનું સંક્રમણ વધે તો કઈ રીતે સારી ટ્રીટમેન્ટ આપી શકાય એની આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી માહિતી મેળવી હતી.
આ પણ વાંચો : સ્મશાનોનું રિયાલિટી ચેક : કોરોનાગ્રસ્ત મૃતદેહોથી અમદાવાદના સ્મશાનો ઉભરાયા
વિરમગામ શહેરની ત્રણ હોસ્પિટલમાં 40 બેડની ફાળવણી
વિરમગામ વિધાનસભામાં સમાવિષ્ટ વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલ તંત્ર સાથેના સંવાદના ભાગરૂપે વિરમગામ શહેરની ત્રણ હોસ્પિટલમાં 40 જેટલા સ્પેશ્યલ કોવિડના દર્દીઓ માટે બેડની ફાળવણી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે.