અમદાવાદ : જેમને પતંગ ચગાવતા ન આવડતું હોય અને ઉત્તરાયણની મજા પણ મેળવી હોય તેમને નિરાશ થવાની જરૂર નથી કારણ કે, ઉત્તરાયણમાં પતંગ (Makar Sankranti 2022) કેવી રીતે ચગાવવી તેનો માસ્ટર પ્લાન આવી ગયો છે, આ માસ્ટ પ્લાન જો તમને આવડી જશે તો તમે ગમે તેવા હવામાનમાં પણ પતંગ ચગાવી શકો છે, તેની સાથે સાથે ભલભલાના પેજ પણ કાપી શકશો. ઉત્તરાયણમાં "કાઈપો છે" "કાઈપો છે" ની બુમ ધાબા પર સંભળાતી હોય છે અને પતંગ રસિયાઓ આ બૂમ પાડતા હોય છે, પરંતુ આ બૂમ ત્યારે પડાય જ્યારે તેમને પતંગ ચગાવતા આવડતું હોય, ત્યારે એવા ઘણા લોકો છે જેમને પતંગ ચગાવવાનો શોખ છે પણ તેમને પતંગ ચગાવતા આવડતું નથી.
પતંગ ચગાવવા પાછળ મહત્વનો ભાગ કિન્યાર છે - શશીકાંત સોની
આકાશમાં ઉડતી પતંગ અને પતંગ ચગાવનાર વચ્ચે પતંગની કિન્યાર એક કડીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે જો વ્યવસ્થિત હશે તો પતંગ સરર હવામાં ઊડી જશે. ઉત્તરાયણને સંપૂર્ણ રીતે માણવા માટે તેની નાનામાં નાની બાબતોનું જ્ઞાન હોવું જરુરી બને છે, ત્યારે શશીકાંત ભાઈએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોળના છોકરાઓ મને કિન્યાર બાંધવાનો માસ્ટર કહેતા હોય છે, પતંગ ચગાવવા પાછળનો મહત્વનો ભાગ કિન્યાર જ રહેલો હોય છે. કિન્યાર કેવી બાંધવી તે હવાના વાતાવરણ પર અમુક નક્કી થતું હોય છે.
શશીકાંત ભાઈએ આપ્યો કિન્યાર બાંધવાનો માસ્ટ પ્લાન
અમદાવાદના પતંગ રસિક સોની શશીકાંતએ પતંગ ચડાવવાની પદ્ધતિ શોધી કાઢી છે, શશીકાંત ભાઈએ તૈયાર કરેલ પતંગ ચગાવવાનો આ માસ્ટર પ્લાન જો તમારા મગજમાં બેસી જશે તો તમારા માટે પણ પતંગ ચગાવવાનું આસાન બની જશે. કોઈપણ પતંગ ચગાવવો હોય તો તેનો સૌથી મોટો દારોમદાર હોય છે તેની કિન્યાર, ત્યારે જો કિન્યાર જ સરખી ન બંધાઈ હોય તો પતંગ ચગી શકતી નથી અને એટલે જ શશીકાંત ભાઈ પતંગની કિન્યાર કેવી રીતે બાંધવી અને કેટલું માપ રાખવું તે શોધી કાઢ્યું છે.
પતંગની કિન્યારનું માપ
ઉપરનું માપ - નીચેનું માપ
શૂન્ય - શૂન્ય
શૂન્ય - એક
એક - શૂન્ય
સવા - દોઢ
પહેલી વખત પતંગ ચગાવનાર માટે શૂન્ય શૂન્ય
આ પણ વાંચો:
Makar Sankranti 2022: શા માટે મકરસંક્રાતિ પર ઉડાવવામાં આવે છે પતંગ, જાણો ઈતિહાસ...
Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે