- સાબરમતી નદી ઉપર દિવ્ય આરતી કરી લોકમાતાને વંદન કરાયા
- 'ગંગા સમગ્ર' સંસ્થા દ્વારા કરાયું આયોજન
- નદીનું પ્રદુષણ અટકે તે માટે આગામી સમયમાં સંસ્થા કરશે કામ
અમદાવાદ: 'ગંગા સમગ્ર' (Ganga Samagra) સંસ્થા દ્નારા રિવર ફ્રન્ટ (Sabarmati River Front) ખાતે લોકમાતા તરીકે જાણીતી સાબરમતી નદી ઉપર દિવ્ય આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ દધિચી બ્રિજ (Dadhichi Bridge) નીચે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો.
આરતીમાં સંસ્થાના કાર્યક્રરો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા
રિવર ફ્રન્ટ ખાતે યોજવામાં આવેલી આ આરતીમાં 'ગંગા સમગ્ર' સંસ્થાના કાર્યકરોની સાથે-સાથે શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન રામાશીષજી મુખ્ય અતિથિ તરીકે હજાર રહ્યા હતા. આ ઉપરાંત 'પ્રજ્ઞા પ્રવાહ'ના ડો. કૌસ્તુભ નારાયણ મિશ્રા, 'પ્રવાસી પરિષદ'ના અધ્યક્ષ અશોક સિંહ કોઠારી, 'પાશ્વનાથ ટ્રાવેલ્સ'ના ડાયરેક્ટર ગજેન્દ્રભાઇ દુગર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
શું કહે છે સંસ્થાના પ્રચારક?
'ગંગા સમગ્ર સંઘ'ના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન અને પ્રચારકે જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દેશભરના પ્રાકૃતિક સ્રોતો અને વિશેષ કરીને નદીઓની સુરક્ષા, સ્વચ્છતા માટે પ્રયત્નશીલ રહી છે. આ સાથે અમે લોકોમાં નદીઓમાં પ્રદૂષણ ન ફેલાવવા તથા તેની મહત્વતા પ્રત્યે સંવેદના પેદા કરવા માટે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા નિરંતર કાર્યરત રહીએ છીએ. સાબરમતી નદીના તટ, જળ નિકાસ તથા તેની આસપાસના ક્ષેત્રોમાં વૃક્ષારોપણ જેવી કામગીરી ગંગા સમગ્ર સંઘની પ્રાથમિકતા છે અને આગામી સમયમાં આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઝડપી પગલા ભરવાની અમને આશા છે.”
આ પણ વાંચો: રાષ્ટ્રભાવના ઉજાગર કરતી બાઇક રેલીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું
આ પણ વાંચો: દિવાળીમાં મુસાફરોને મુશ્કેલી ન પડે માટે ST નિગમે મૂકી 1,200 એક્સ્ટ્રા બસો, ચૂકવવું પડશે વધુ ભાડું