ETV Bharat / city

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલે શા માટે કરી હાઇકોર્ટમાં અરજી, શું છે તેમની અરજી?

આજના યુગમાં યુગલો તેમના નિર્ણયો લઈને જીવવા માંગતા હોય છે. એક યુગલની ઉમર પુખ્ત વયના ન(Age limit For Marriage in India) હોવાને લીધે તેઓ લિવ ઈન રિલેશનમાં(Live in relationship) રહેવા માગે છે. આ સમય દરમિયાન શું છે તેની માંગ અને ક્યાં કારણે તેમને હાઇકોર્ટમાં કરી અરજી જાણો આ સમગ્ર કિસ્સો.

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલે શા માટે કરી હાઇકોર્ટમાં અરજી, શું છે તેમની અરજી?
લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલે શા માટે કરી હાઇકોર્ટમાં અરજી, શું છે તેમની અરજી?
author img

By

Published : Aug 1, 2022, 8:02 PM IST

Updated : Aug 1, 2022, 9:43 PM IST

અમદાવાદ: આજની યુવા પેઢીમાં જોવા મળતું લિવ ઇન રિલેશનશિપનું(Live in relationship) વલણ ઘણી બધા શહેરોમાં જોવા મળે છે, પરંતુ લિવ ઇન રિલેશનશિપનો એક વિચિત્ર કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં જેમાં એક યુગલે લિવ ઇન રિલેશનશિપ કરાર(Live in Relationship Agreement) કરેલા છે અને તેમાં તેમને પોલીસ રક્ષણ મેળવવા માટે થઈને હાઇકોર્ટમાં અરજી(Police Protection Application In High Court) કરેલી છે.

આ પણ વાંચો: ભારતમાં એક એવો સમાજ જ્યાં આત્માઓના પણ થાય છે લગ્ન

શું છે સમગ્ર મામલો? - આ કેસની વિગતો જોઈએ તો, આ યુગલ બન્ને નાનપણથી મિત્રો છે. તેઓ લગ્ન કરવા માંગે છે, પરંતુ આ કેસમાં છોકરાની ઉંમર 19 વર્ષની છે. જ્યારે કાયદાકીય રીતે જોવા જઈએ તો લગ્ન કરવા માટે છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. તેથી જ્યાં સુધી છોકરો પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી આ યુગલ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે.

હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત - યુવક અને યુવતી બન્ને 19 વર્ષના છે. કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ લગ્ન વગર સાથે રહેવા માંગે છે. આ માટે થઈને તેમણે લિવ ઇન કરાર પણ કરેલા છે. હાલ આ કપલ માતા પિતાનું ઘર છોડીને અલગ રહી રહ્યા છે, પરંતુ તેમના પરિવાર દ્વારા આ વાતનું વિરોધ કરવામાં આવે છે. અને બન્ને માતા પિતા તેમને ધમકી આપીને દબાણ પણ કરી રહ્યા છે કે આ સંબંધનો અંત લાવો અને ઘરે પરત આવી જાઓ. જેથી આ યુગલ દ્વારા પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી. પોલીસ રક્ષણ ઉપલબ્ધ ન કરવામાં આવતા, તેમણે હાઇકોર્ટમાં પોલીસ રક્ષણ માટેની અરજી કરી છે. તેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.

શું છે લિવ ઈન રિલેશનશિપ કરાર? - લિવ ઇન રિલેશનશિપ એટલે કે મૈત્રી કરાર આ એક પશ્ચિમી સંસ્કૃતિનું ચાલ્યું આવતું ચલણ(Western civilization Trend) છે, જેમાં યુવક અને યુવતી આપસી સહમતીથી લગ્ન વગર એકબીજા સાથે રહેતા હોય છે. જેમાં આ કરારથી તેઓ ખુદ આ કરાર કરી શકે છે.

અરજદારને સંપૂર્ણપણે હક જિંદગી પોતાની રીતે જીવવાનો - આ સમગ્ર કેસની સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે, આ જે યુગલ છે , તે બન્ને પાત્રો 18 વર્ષથી વધુ ઉંમરના છે તથા બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. બન્ને હાલ લિવ ઇન કરારથી એકબીજા સાથે રહી રહ્યા છે. તેથી આ બાબત જ એ મહત્વનું સૂચન કરી રહ્યું છે કે તેઓ ભવિષ્યમાં લગ્ન કરવા માંગે છે, પરંતુ તેઓ લગ્ન કરવાની જરૂરી વય મર્યાદા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેથી અરજદારને સંપૂર્ણપણે હક છે કે તેઓ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનો શાસ્ત્રોક્ત રીતે લગ્ન જોડાણ થશે

હાઇકોર્ટનો પોલીસને આદેશ - હાઇકોર્ટ કરેલા આ અવલોકન બાદ, જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો(Judgment of Supreme Court) આપ્યો છે કે, યુગલે લગ્ન ન કર્યા હોય તો પણ પોલીસે તેમને રક્ષણ આપવું પડે છે. તેથી સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે આ યુગલને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે.

Last Updated : Aug 1, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.