અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં તેમજ બોટાદ પાસે બોગસ દારૂ પીવાના (Alcohol Case in Gujarat) કારણે અનેક લોકોના મૃત્યુ નિપજયા હતા. છતાં હજુ પણ દારૂનું વેચાણ અટકી રહ્યું નથી. તેમજ મહત્વનું તો એ છે કે, દારૂ વેચાઈ તો છે જ તેમાં પણ કેટલીક જગ્યાએ હજુ પણ ભેળસેળ (Adulterated Alcohol Poisoning) વાળા દારૂ વેચાઈ છે. જેને લઈને એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે ફરી એકવાર પોલીસે ભંગારની આડમાં નકલી દારૂનું ગોડાઉન (Ahmedabad Alcohol Shop) ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો : આજની કેબિનેટમાં લમ્પી વાઈરસ, લઠ્ઠાકાંડ, PM મોદીના પ્રવાસ સહિતના મુદ્દે થશે ચર્ચા
શું છે સમગ્ર મામલો - અમદાવાદ શહેરમાં રાણીપ જેવા પોઝ ગણાતા વિસ્તારમાં દારૂ બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. શહેરના ન્યુ રાણીપ પાસે આવેલા ચેનપુર પાસે એક ગોડાઉનમાં બહારથી ભંગાર દેખાતું હતું, પરંતુ ગોડાઉનની અંદર રીતસર દારૂ બનાવવામાં આવી રહ્યો હતો.તે પણ નકલી દારૂ બનાવવાનું ગોડાઉન જેમાં ઇંગલિશ બોટલમાં સસ્તો દારૂ એસેન્સ અને કલર નાખીને દારૂ વેચાતો હતો. PBCએ દરોડા કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ગોડાઉનમાંથી (Liquor Caught in Ahmedabad) મોંઘીદારોની બોટલો ઝડપી પાડી છે. ગોડાઉનમાંથી મોંઘીદારોની બોટલો તેમજ દારૂના સીલ ખોલવાની વસ્તુઓ શોધી કાઢી છે. તમામ ઇંગલિશ બોટલ ત્યાં જ પેક થઈ રહી હોય અને તે માટે બે શખ્સો સસ્તી દારૂની ખાલી બોટલો ખરીદતા હોય તેવું અનુમાન સામે આવ્યું છે. જેમાં તેઓ હલકી ગુણવત્તાનો દારૂ એસેન્સ અને કલર મેળવીને દારૂ નવી બોટલમાં ભરી વેચતા હતા.
આ પણ વાંચો : PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન
પોલીસનું નિવેદન - અધિકારીના જણાવ્યા અનુસાર આ ગોડાઉન છ મહિનાથી ચાલી રહ્યું હતું. જેમાં આ પ્રકારે દારૂ બની રહ્યો હતો. હાલ એક આરોપી મોન્ટુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના સાથીદારને પકડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ શખ્સે અનેક બોટલો (Ahmedabad Alcohol Permit) વેચી નાખી છે અને આ દારૂ કેટલી હલકી ગુણવત્તાનો હતો તેની તપાસ માટે FSLની મદદ લેવામાં આવી છે. જેમાં હલકી ગુણવત્તાના દારૂની જગ્યાએ (Counterfeit Liquor Godown) કોઈ કેમિકલ પણ વપરાયું હોય તેવી આશંકા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેમાં શું મિલાવવામાં આવ્યું છે.