ETV Bharat / city

ખાનગી હોસ્પિટલે કોરોનાની સારવાર માટે બેફામ રકમ લીધી તો લાઇસન્સ રદ: HC

કરોના વાઇરસના કારણે સરકારી હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે, ત્યારે હવે ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે બેફામ રકમ લઇ રહ્યા છે, ત્યારે હાઇકોર્ટે કહ્યું કે, જો ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે બેફામ રકમ માંગશે તો તેમના લાઇસન્સ રદ કરાશે.

HC
HC
author img

By

Published : May 15, 2020, 1:30 AM IST

ગાંધીનગર:કોરોના વાઇરસના વધતા સંક્રમણને લીધે અમદાવાદની SVP અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પાસેથી હોસ્પિટલો દ્વારા મોટી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે નોંધ્યું કે, આ સમય વ્યવસાયિક નફો રળવાનો નથી. ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલશે તો તેમના લાયસન્સ પણ રદ કરવામાં આવશે.

કોરોના મહામારી દરમિયાન સૌથી મહત્વની સેવા મેડિકલ સેવા માનવામાં આવે છે. અમદાવાદમાં જે રીતે કોરોના સંક્રમણને લીધે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી ખાનગી હોસ્પિટલમાં પણ કેસ આવવા લાગ્યાં છે. રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે કેટલી રકમ લઈ શકે તે અંગે નિયમો બનાવે. કેટલાક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પણ આવતા હોવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે.

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતાં કહ્યું કે, આ કુદરતી આપદા સામે લોકો જીવન માટે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા આ પ્રકારની ઉઘાડી લૂંટ અન્યાય છે. ખાનગી હોસ્પિટલોનલે રિજનેબલ દરે દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવી જોઇએ. હાઈકોર્ટે રાજ્ય સરકારને ખાનગી હોસ્પિટલમાં વધુ બેડની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. કોરોના મહામારીને લીધે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કારણ વગર બહાર ફરતા લોકો પર કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

જોકે કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલ જતાં લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પોલીસને યોગ્ય રીતે કામ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે શ્રમિકોની સ્થિતિની નોંધ લેતાં રાજ્ય સરકારને તેની કામગીરીને વધુ યોગ્ય બનાવવાની ટકોર કરી છે. હાઈકોર્ટે અમદાવાદના એલિસબ્રીજ વિસ્તાર પાસે 200 જેટલા શ્રમિકો ખાવા-પીવાની ચીજવસ્તુઓ વગર ભૂખ્યા છે, તેની નોંધ લઇ રાજ્ય સરકારને તેમની માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે.

આ સાથે ગુજરાત હાઇકોર્ટે શ્રમિકો મુદ્દે રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા આદેશ કે, જેમાં શ્રમિકોને ચાલતા અટકાવી નજીકના શેલ્ટર હોમમાં લઈ જવાનો આદેશ કર્યો હતો. તેની સામે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી કેટલા શેલ્ટર હોમ કાર્યરત છે. આ અંગેની વિગતો માંગી છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમાર દ્વારા નાગરિકોને સમય આપ્યા વગર બહાર પાડવામાં આવેલા સાત દિવસના સંપૂર્ણ લૉકડાઉનના આદેશને રદ કરવા જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.