- એક દિવસીય હડતાળ કરીને કર્મચારીઓ સરકાર સામે વિરોધ નોંધાવશે
- ટૂંક સમયમાં ભારતીય જીવન વીમા નિગમ દ્વારા આઇપીઓ પણ બહાર પાડવામાં આવશે
- કર્મચારીઓને આશંકા છે કે LIC એક્ટમાં પણ સરકાર ફેરફાર કરી શકે છે
આ પણ વાંચો : અમદાવાદ: એક દિવસની બેંકની હડતાલ, 10 હજાર કરોડના વ્યવહારો ઠપ્પ
અમદાવાદ: સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં જ ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણને લઇને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇને ટૂંક સમયમાં ભારતીય જીવન વીમા નિગમ દ્વારા આઇપીઓ બહાર પાડવામાં આવશે અને ખાનગીકરણ કરવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આવતીકાલે સમગ્ર દેશમાં ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
વીમા ધારકોને પણ મોટું નુકસાન
દેશમાં ભારતીય જીવન વીમા નિગમ 28થી પણ વધારે બ્રાન્ચ છે. જે આવતીકાલે બંધ રહેશે. ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓને આશંકા છે કે, સરકાર દ્વારા ભારતીય જીવન વીમા નિગમના નિયમોમાં પણ ફેરફાર કરાશે કરશે. જેને લઇને કર્મચારીઓને તથા વીમા ધારકોને પણ મોટું નુકસાન છે. દેશમાં સૌથી સસ્તી પોલિસી હાલ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા આપવામાં આવે છે. જેનાથી દેશના નાના માણસને મોટો લાભ મળે છે. હાલમાં ઘણી બધી ખાનગી કંપનીઓ દ્વારા વીમા પોલિસીઓ આપવામાં આવી રહી છે. જેમાં લોકોને મોટો ફાયદો થતો નથી. બીજી તરફ ખાનગી કંપનીઓનો નિયમ પણ આકરા હોવાથી કેટલાક એવા બનાવમાં પોલીસી લેનારાને ફાયદો પણ થતો નથી, ત્યારે કર્મચારીઓ દ્વારા ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણને અટકાવવા માટે હડતાળ કરવામાં આવશે.
આ પણ વાંચો : બેન્કના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓની હડતાલ