ETV Bharat / city

ભગવાન જગન્નાથના સાથે જોડાયેલા આ રહસ્યો વિશે શું તમે જાણો છો? - જગન્નાથ રથયાત્રાનું મહત્વ

દર વર્ષે જ્યારે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો(jagannath Rath yatra 2022) સમય નજીક આવે ત્યારે નાનપણથી રથયાત્રા સાથે જોડાયેલા આપણા સંસ્મરણો યાદ આવી જતા હોય છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રા નહોતી નીકળી શકી પણ આ વર્ષે કેટલીક મર્યાદાઓ સાથે નીકળશે. ભગવાન જગન્નાથજી અને રથયાત્રાની પરંપરા સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો(Learn about secrets associated with Lord Jagannathji) છે, જે ઘણાં લોકો નથી જાણતા. પણ વર્ષોથી ભક્તો આ રહસ્યમયી વાતો જાણે છે અને તેમાં શ્રદ્ધા ધરાવે છે. તો આવો તમને પણ જણાવીએ આ ધાર્મિક માન્યતાઓ વિશે.

ભગવાન જગન્નાથના સાથે જોડાયેલા આ રહસ્યો વિશે શું તમે જાણો છો?

author img

By

Published : Jul 1, 2022, 3:46 AM IST

ન્યુઝ ડેસ્ક : ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પોતાનુ શરીર છોડીને ગયા ત્યારે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું હતું. પરંતુ તેમનું હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું હતું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભગવાન જગન્નાથમાં આજ સુધી તેમનું હૃદય સલામત છે. લાકડાના પૂતળાની અંદર રહે છે અને તે જ રીતે ધબકે છે. આ વાતને જગન્નાથજીના ભક્તો માને છે.

જગન્નાથ કરે છે અહિ વસાવટ - જગન્નાથને કળિયુગના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલારામ સાથે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં રહે છે. અહીં ભગવાનની મૂર્તિને લઈને રહસ્ય એવું છે કે આજ સુધી કોઈને ખબર નથી પડી. દર 12 વર્ષે મહાપ્રભુની પ્રતિમાને બદલવામાં આવે છે, તે સમયે આખા પુરી શહેરમાં અંધકાર કરી નાખવામાં આવે છે. એટલે કે સમગ્ર શહેરની લાઇટ બંધ કરવામાં આવે છે. લાઇટ બંધ કર્યા પછી, સીઆરપીએફનું સૈન્ય મંદિર સંકુલની આસપાસ ઘેરાયેલું હોય છે. તે સમયે મંદિરમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. મંદિરની અંદર ગાઢ અંધકાર હોય છે પુજારીની આંખો પર પાટો હોય છે અને પુજારીના હાથમાં મોજા પહેરેલા હોય છે. તે જૂની મૂર્તિમાંથી “બ્રહ્મ પદાર્થ” ને નવી મૂર્તિમાં મૂકે છે આજ બ્રહ્મો પદાર્થ શું છે તે કોઈને ખબર નથી આજ સુધી કોઈએ તે જોયું નથી. હજારો વર્ષોથી તે એક મૂર્તિથી બીજી મૂર્તિમાં સ્થાનાંતરિત થયેલું છે. દર 12 વર્ષે આ આખી પ્રક્રિયા એક વાર બને છે તે સમયે સુરક્ષા ખૂબ જ હોય ​​છે. પરંતુ આજદિન સુધી કોઈ પુજારી મહાપ્રભુ જગન્નાથની પ્રતિમામાં શું છે તે કહી શક્યા નથી.

આ પણ વાંચો - 145મી રથયાત્રા: શું છે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને રથયાત્રાનો મહિમા

હજી પણ ધબકે છે, તેમનું હૃદય - કેટલાક પૂજારીઓ કહે છે કે, જ્યારે અમે હૃદયને હાથમાં લીધું ત્યારે તે સસલાની જેમ ઉછળી રહ્યું હતું. અમારી આંખો પર પટ્ટીઓ હતી અને હાથમાં મોજા હતા, પણ આપણે ફક્ત તેને અનુભવી શકીએ છીએ. જગ્ગનાથ મંદિર સાથે બીજુ પણ રહસ્ય જોડાયેલુ છે. મંદિરમાં રહેલા સિંહથી આગળ અંદર જઈએ તો સમુદ્રના મોજાનો અવાજ સંભળાતો નથ અને જેવા મંદિરમાંથી બહાર આવીએ કે તરત સમુદ્રના મોજાનો અવાજ સંભળાવા લાગે છે. કદાચ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે મંદિરની અંદર સમુદ્રનો અવાજ સંભળાતો નથી.

પવનની વિરોધ દિશામાં ધજા ફરકે છે - બીજી પણ ખુબજ આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે, મોટાભાગના મંદિરોના શિખર પર તમે પક્ષીઓને બેઠેલા કે પક્ષીઓને ઉડતા જોયા હશે. પણ જગન્નાથ મંદિર પરથી પક્ષીઓ ઉડતા નથી કે મંદિરના શિખર પર પણ પક્ષીઓ બેઠેલા જોવા મળતા નથી. સામાન્ય રીતે ધજા હંમેશા પવનની દિશામાં લહેરાતી જોવા મળે છે. પરંતુ જગ્ગનાથ પુરી મંદિરની ધ્વજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી જોવા મળે છે. દિવસના કોઈ પણ સમયે ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય શિખરની છાયાની રચના થતી નથી. ભગવાન જગન્નાથ મંદિરના 45 માળના દરવાજા પર દરરોજ ધ્વજા બદલવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જો એક દિવસ પણ ધ્વજા નહીં બદલવામાં આવે તો, મંદિર 18 વર્ષ બંધ રહેશે.

આ પણ વાંચો - ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રાનો ફુરજા બંદરેથી પ્રારંભ થયો

આ પ્રસાદ ધરવામાં આવે છે - ભગવાન જગન્નાથ મંદિરની શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જે દરેક દિશાથી તમારા તરફ હોય તેવું લાગે છે. ભગવાન જગન્નાથ મંદિરના રસોડામાં, પ્રસાદ રાંધવા માટે એકબીજાની ઉપર 7 માટીના વાસણ મૂકવામાં આવે છે, જે લાકડાની આગથી રાંધવામાં આવે છે, તે દરમિયાન ટોચ પર મૂકેલા વાસણની વાનગી પહેલા રાંધવામાં આવે છે. ભગવાન જગન્નાથ મંદિરમાં રોજ ભક્તો માટે પ્રસાદ બને છે જે ક્યારેય ઓછો પડતો નથી, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરના દરવાજા બંધ થતાંની સાથે જ પ્રસાદ પણ સમાપ્ત થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.