ETV Bharat / city

વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચીમકીઃ મારા અંગત સચિવની ઝડપી નિયુકિત કરો નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશ - Personal Secretary of the Administrative Wing

ગુજરાત સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો પત્ર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણી
author img

By

Published : Jan 15, 2021, 9:38 PM IST

  • વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
  • અંગત સચિવની જગ્યા મંજૂર કરવાની માંગ કરી
  • ઝડપી નિયુકિત નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાની આપી ચીપકી

ગાંધીનગરઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવની જગ્યા ઉપર એચ. જે. પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા, જેમની નિમણૂંક વિપક્ષ નેતાના અંગત સચિવ તરીકે કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તે જગ્યાએ મંજૂર કરવામાં આવી નથી.

પત્ર
પત્ર
અંગત સચિવની નિમણૂંકની કાર્યવાહી પણ કરાઈ નથીઅત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂકની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે.પરિપત્રનું ઉલ્લંઘન કરીને ઉંમરલાયક અધિકારીઓની કરાઈ છે નિમણૂંકઃ પરેશ ધાનાણીમુખ્યપ્રધાન વિજય રૂપાણીનેને લખેલા પત્રમાં પરેશ ધાનાણીએ આક્રોશ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિભાગોમાં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓને નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતા ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે. એટલું જ નહીં આ નિમણૂકોમાં 7 જુલાઇ, 2016ના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો છે. આ તબક્કે પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યપ્રધાનને ધ્યાને દોરી છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કૈલાસનાથનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્ર
પત્ર
સીએમના અગ્રસચિવની ચેમ્બર બહાર ધરણા કરીશઃ ધાનાણીઆ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી. એન. નવલાવાલા, જે.બી.મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોડ અને વિજય બધેકાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યપ્રધાનના સલાહકારથી માંડીને મુખ્યપ્રધાનના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટમાં સેવાઓ આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની થવાનું ઉલ્લેખ કરે છે અને આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને અપીલ કરી છે કે, રાજ્ય સરકારમાં મુખ્યપ્રધાન કાર્યાલયથી માંડીને અલગ અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક ઝડપી કરવામાં આવતી હોય તો મારા કાર્ય માટે નિમણૂંકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે તેવો પ્રશ્ન કર્યો છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.