અમદાવાદ: ભૂ-માફિયાઓ પર અંકુશ મુકવા અને ખેડૂતો પાસેથી કોઈ જબરદસ્તી જમીન ન છીનવી શકે તે માટે રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એકટ (Land Grabbing Act) લાવી હતી. જિલ્લા સ્તરે આવેલી ફરિયાદો અને તેનો નિકાલ થાય તે માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નિર્મિત કમિટી જિલ્લા સ્તરે સુનાવણીઓ અને કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદામાં 345 કેસ દાખલ, 190 ગુનાઓમાં ચાર્જશીટ, 190 કેસ સ્પેશિયલ કોર્ટમાં : કૌશિક પટેલ
છેલ્લે કરાયેલ કાર્યવાહી
સરકારના આદેશ મુજબ દર મહિને દરેક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટી (Land Grabbing Committee) મળતી હોય છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લી બેઠક મળી તેમાં કુલ 53 અરજીઓ મળી હતી. જેમાં તપાસના અંતે ત્રણ કિસ્સામાં ગુના નોંધાયા છે અને કુલ 17 આરોપીઓ છે. કલેકટર દ્વારા 28 કરોડની કુલ જમીન ખાલી કરાવી પીડિતોને રક્ષણ પૂરું પાડયુ છે.
આ પણ વાંચો: Land Grabbing Act : ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ
અત્યાર સુધીમાં અધધ રૂપિયાની જમીન પરત મેળવાઈ
અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 48 ગુના નોંધાયા છે. જેમાં 246 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2600 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી છે. ઘણા એવા પણ કિસ્સા છે કે, જેમાં સમાધાન પણ કરાવવામાં આવ્યા હોય. અત્યાર સુધી શહેર અને જિલ્લા વિસ્તારમાં કલેકટર દ્વારા ખાનગી અને સરકારી જમીન મળી કુલ 2600 કરોડની જમીન ખાલી કરવી મૂળ વ્યક્તિને પરત સોંપાઈ છે.