- ધનતેરસે લક્ષ્મીજીનાં પૂજનનું અનેરું મહત્વ
- લક્ષ્મીજીની પૂજા કમળથી કરવામાં આવે છે
- કમળનાં ભાવમાં પાંચ ગણો ઉછાળો
અમદાવાદ : અમદાવાદમાં સામાન્ય રીતે ગુલાબ(Roses), ગલગોટા અને સેવંતિ જેવા ફૂલો કિલોનાં ભાવે વેચાતા હોય છે પરંતુ કમળ(Lotus) અને ઈંગ્લીશ પ્રકારના ફૂલો પ્રતિ નંગનાં ભાવે વેચાય છે. જેમાં કમળનો હોલસેલ માર્કેટમાં ડઝનનો ભાવ 120 રૂપિયા છે. એટલે કે, પ્રતિ નંગ 10 રૂપિયાના ભાવે મળે છે જ્યારે છૂટક બજારમાં તેનો ભાવ અત્યારે દિવાળીનાં તહેવાર(Diwali festival) પર પ્રતિ નંગ 15 થી 20 રૂપિયા જોવાં રહ્યો છે.
કમળનાં ભાવમાં વધારો
સામાન્ય દિવસોમાં કમળ 03 રૂપિયા થી લઈને 05 રૂપિયા પ્રતિ નંગના ભાવે મળે છે. જે ધનતેરસને લઈને 15 થી 20 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાઇ રહ્યું છે એટલે કે સીધો જ ચાર થી પાંચ ગણો ભાવ વધારો જોવાં મળી રહ્યો છે. અત્યારે કમળ આંધ્રપ્રદેશ અને તામિલનાડુનાં મદુરાઈ થી આવી રહ્યા છે. જેમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધુ છે તેમજ વધુમાં ધનતેરસનાં દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાં પણ કમળનો ઉપયોગ થાય છે જેથી કમળનાં સપ્લાય કરતા માંગ વધુ છે.
કમળ ઉપર બિરાજે છે દેવી લક્ષ્મી
લક્ષ્મીજીનો વાસ પણ કમળ ઉપર છે તેમજ શ્રી હરિનાં હાથમાં પણ કમળ હોય છે તેથી તેમને કમલનયન તરીકે પણ ઓળખવામાં આવે છે. લક્ષ્મીજીને કમળ અર્પણ કરવાથી ઘરમાં તેમનો વાસ થાય છે અને શ્રી હરિ પણ પ્રસન્ન થાય છે.
અન્ય ફૂલનાં ભાવ
ફૂલોના વેપારી જતીન રામીએ જણાવ્યું હતું કે, અત્યારે ગુલાબ 150 રૂપિયા કિલો, ગલગોટા 50 રૂપિયે કિલો, સેવંતીના ફૂલ 200 રૂપિયા કિલોનો ભાવ ચાલી રહ્યો છે. આ ફૂલો મધ્ય પ્રદેશ અને નાસિકથી આવી રહ્યા છે. ગલગોટાનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે પહેલે 20 રૂપિયે કિલો હતા. ઉપરાંત દિવાળી અને લગ્ન સમયે કારનેરા, ઝરબેરા,એંથેરિયમ, ડચ રોઝ જેવા ફૂલોની માંગ રહેતી હોય છે.
આ પણ વાંચો : અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની, જાણો તેમના વિશે...
આ પણ વાંચો : દિવાળી પહેલા અમદાવાદને વધુ એક ભેટ, અમિત શાહે ગોતાથી સોલા સુધીના એલિવેટેડ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન