- AMC સંચાલિત LG, શારદાબેન અને VS હોસ્પિટલમાં હડકવાની રસી અપાય છે
- છેલ્લાં 2 મહિનાથી આ હોસ્પિટલમાં આા ઇન્જેક્શનનો સ્ટોક નથી
- દર્દીઓએ જાતે જ આવા ઇન્જેક્શન લાવવા પડે છે
- AMCનું 6 હજાર કરોડનું બજેટ હોય છે
- AMC સંચાલિત હોસ્પિટલમાં ઇન્જેક્શન ન હોવા મુદ્દે વિપક્ષે લીધો ઉધડો
અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાંનો ત્રાસ તો છે જ, સાથે લોકોને કૂતરાં કરડતાં હોવાની ફરિયાદો પણ વધારે આવતી હોય છે. ત્યારે વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરની એક પણ સરકારી હોસ્પિટલમાં વેક્સીન ઉપલબ્ધ નથી. એલ.જી., શારદાબેન હોસ્પિટલ સહિત વીએસમાં પણ કૂતરાં કરડવાની રસીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓને ઈન્જેક્શન બહારથી જાતે લાવવા પડે છે. જે મુદ્દે સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગત વર્ષે પણ ધારાસભ્ય ખેડાવાલાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત બજેટ જાહેર કરતાં હોય છે. પરંતુ બજેટ જાહેર કર્યા બાદ તે મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
- કોર્પોરેશનની હોસ્પિટલ્સમાં રસી ન હોવી શરમજનક
અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલીત હોસ્પિટલમાં રસી ઉપલબ્ધ નથી. પરંતુ આ જ મુદ્દે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી દ્વારા દાવાઓ કરવામાં આવ્યાં છે કે, શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોમાં પૂરતાં પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે અને દર વર્ષે 50 હજાર રસી નાગરિકોને આપવામાં આવે છે. જો કે તંત્રની વાતો કેટલા અંશે લોકોને મદદરુપ રહે છે તે જોવાનું રહ્યું.