ETV Bharat / city

રાજ્ય સરકાર હાર્દિક પટેલ સામે બદલાની ભાવના રાખી રહી છેઃ કિંજલ પટેલ - વીડિયો વાયરલ

કોંગ્રેસના અગ્રણી નેતા અને પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગાયબ છે, ત્યારે તેમના પત્ની કિંજલ પટેલનો વિડિયો વાયરલ થયો છે, તેમણે વિડિયોમાં તેમની વ્યથા રજૂ કરી છે. હાર્દિક પટેલ સામે રાજ્ય સરકાર દ્વારા કિન્નાખોરી રખાઈ રહી છે, તેઓ ભાજપમાં ન જોડાયા તો તેમને કેસોમાં ફસાવ્યા છે.

રાજ્ય સરકાર હાર્દિક પટેલ સામે બદલાની ભાવના રાખી રહી છે

author img

By

Published : Feb 14, 2020, 6:33 PM IST

અમદાવાદઃ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે વિડિયોમાં કહ્યું છે કે તેઓ 18 જાન્યુઆરીથી ઘેર નથી આવ્યા, તેઓ કયા છે, તેનો અત્તો પત્તો નથી, હાલમાં અમારા ઘરમાં અને કુંટમબીજનોને ત્યાં શુભ પ્રસંગો ચાલી રહ્યા છે, પરિવારના પ્રસંગમાં હાર્દિક પટેલની ગેરહાજરી છે, તો અમારો પરિવાર દુઃખી છે. આજે જે પરિસસ્થિતીમાં અમે છીએ, તેવી પરિસ્થિતી તમારી ન થાય, અને થશે તો સહન કરી શકશો. અમારો પરિવાર તો નિડર છે, અને ભગવાને અમને સહન કરવાની શક્તિ આપી છે.

રાજ્ય સરકાર હાર્દિક પટેલ સામે બદલાની ભાવના રાખી રહી છેઃ કિંજલ પટેલ
કિંજલ પટેલે સરકાર પર આક્ષેપ કર્યા હતા, અને કહ્યું હતું કે 2017માં સરકારે એમ કહ્યું હતું કે પાટીદારો સામેના કેસો પાછા ખેંચીશું, પણ હજી સુધી કોઈ કેસ પાછા ખેંચ્યા નથી. કેસ પાછા ખેંચવાની વાત તો દૂર પણ અમારા પર નવા નવા કેસ કરીને અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. રાજદ્રોહનો કેસ એકલા હાર્દિક પર નહી, પણ અન્ય ત્રણ લોકો પર પણ છે. બાકીના લોકોએ ભાજપ જોઈન કર્યું છે, એટલે તેમને કોઈ હેરાનગતિ નથી. એકલા હાર્દિકને ટાર્ગેટ કરાયો છે. રાજ્ય સરકારે નક્કી કરી નાંખ્યું છે કે હાર્દિકને જ ટાર્ગેટ કરવો. તેમજ હાર્દિકના પરિવારને મેન્ટલી ટાર્ગેટ કરી રહ્યા છે. સરકાર બદલાની ભાવનાથી આ કરી રહી છે. હાર્દિક લોકોના હિત માટે લડતા આવ્યા છે, યુવાનો અને ખેડૂતો માટે લડતા આવ્યા છે. તો ક્યાંકને કયાંક સરકારમાં ડર છે, હાર્દિકની સભામાં જે રીતે સ્વભૂં જનતા આવી રહી છે, જેથી સરકાર ડરી ગઈ છે. હાર્દિક પટેલ જનતા વચ્ચે ના જાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.