- બે વર્ષની ઉંમરે પોલિયો થયો
- ફિઝિકલ ચેલેન્જ અને ઇમોશનલ ચેલેન્જને મ્હાત આપી
- MSME કેટેગરીમાં વેપાર જગત દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
અમદાવાદઃ મૂળ ગુજરાતી પરિવારમાં સાત ભાઈ બહેન વચ્ચે રહેલા કવિતાબેન મોદી હંમેશા સૌ કોઈના લાડલા રહ્યા છે. તેઓ જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમને પોલિયો થયો હતો. કવિતાબેનને પોલિયો થયાના સમાચાર બાદ તેમના માતા-પિતા ચિંતામાં મુકાયા હતા. પરંતુ ઈશ્વરે આપેલી આ ચેલેન્જને કવિતાબેને ખૂબ જ બહાદુરીપૂર્વક ઝીલી બતાવી. તેમણે પોતાના પરિશ્રમના બળે ન માત્ર શારીરિક ચેલેન્જને પોતાની સામે નમતું જોખાવ્યું પણ એવા ક્ષેત્રે તેઓ પહોંચ્યા કે જ્યાં માત્ર પુરુષોનો દબદબો હોય છે.
આ પણ વાંચોઃ મહિલાઓને POSH Act વિશે વ્યાપકપણે માહિતગાર કરવી એ આજના સમયમાં જરુરીઃ IAS ઓફિસર મનીષા ચંદ્રા
કઇ રીતે તેઓ અહીં સુધી પહોંચ્યા?
કવિતાબેનના વડીલો પ્લાસ્ટિકની ઘરગથ્થુ વસ્તુઓ બનાવવાનો નાનો યુનિટ ચલાવતા. બાળપણથી સેવેલું બિઝનેસ વુમન બનવાનું સપનું હંમેશા તેમને પોતાના ઘરના બિઝનેસમાં કામ કરવા આકર્ષી લેતું. પરંતુ આસપાસ આવા કામોમાં ક્યાંય મહિલા ન હોવાથી તેમના પિતા તેમને યુનિટમાં કામ કારવાની મંજૂરી આપતા નહીં. પરંતુ અંતે કવિતાબેનની જીદ, તેમની ધગસ જોઈ પિતા પાસેથી મંજૂરી પણ મળી અને પુરેપુરો સાથ પણ.
આ પણ વાંચોઃ #HappyWomansDay: અમદાવાદમાં મહિલા સશક્તિકરણના સંદેશ સાથે મહિલા રેલી
આજે નાના યુનિટમાંથી બન્યું અદ્યતન ટેકનોલોજીવાળું એકમ
પોતાના પરિશ્રમ અને માતા-પિતાના આશિર્વાદે આજે તેમના એકમમાં અદ્યતન ટેકનોલોજીના માશીન છે અને જે માલ અહીં તૈયાર થાય છે તેના કાચા માલથી લઇ દરેક વસ્તુ ભારતમાં ઉત્પાદીત થાય છે.