ETV Bharat / city

વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ - રાજપૂત કરણી ગુજરાત

વર્ષ 2015માં પાટીદારોએ GMDC ગ્રાઉન્ડમાં અનામત આંદોલન (Patidar Agitation 2015) કર્યું હતું. આમ તેમણે પોતાની તાકાત બતાવી હતી. એવી રીતે હવે આગામી વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન (Rajput Samaj) યોજાશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આ શક્તિ પ્રદર્શન યોજાશે. જેનું રવિવારે એલાન કરવામાં આવ્યું છે.

વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ

author img

By

Published : May 22, 2022, 5:56 PM IST

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022) આવતાની સાથે જ તમામ જ્ઞાતિ રાજકીય ક્ષેત્રે સક્રિય થઈ રહી છે. પોતાનું વર્ચસ્વ વધે અને શક્તિપ્રદર્શન યોજી પોતાની તાકાત બતાવતાં આયોજન કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન (Rajput Samaj Mega Samelan) અમદાવાદના GMDC ગ્રાઉન્ડ (Ahemdabad GMDC Ground) ખાતે યોજાશે. રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય હોય કે અન્ય ક્ષેત્ર હોય તેમાં રાજપૂત સમાજના લોકોનું પ્રભુત્વ રહેલું છે.

વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશનમાં પાણી સમસ્યા, ટેન્કરથી પાણી પીવા બન્યા મજબૂર

એકતા યાત્રા: પરંતુ માત્ર તેમની સંખ્યા ઓછી છે. રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચી રહી છે. એકતા યાત્રાનો મૂળ ઉદ્દેશ એકતા સભ્યતા અને સંસ્કૃતિનો છે. રાજપૂત સમાજ પોતાની તાકાત અને એકતા બતાવવા માટે દિવાળી પહેલા આ સંમેલન યોજશે. જે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમે દુર્ભાગ્યશાળી છીએ કે આઝાદી પછી માત્ર બે રાજપૂતો મિનિસ્ટ્રીમાં છે. અત્યારે દરેક ક્ષેત્રમાં રાજપૂત સમાજનું વર્ચસ્વ ખુબ જ ઘટી રહ્યું છે.

આ પણ વાંચો: જિલ્લા કલેકટરે 7 વર્ષથી એક જ સ્થળે વસતા 17 વિદેશીઓને ભારતની નાગરિકતા આપી

શક્તિ પ્રદર્શન: હવે રાજપૂત સમાજનો દરેક જગ્યાએ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. 'પદ્માવત' ફિલ્મ સમયે રાજપૂતો દ્વારા જે રીતે પોતાની તાકાત બતાવવામાં આવી હતી. તે માટે મેદાન ઓછું પડ્યું હતું. પરંતુ હવે મેદાન મોટું શોધીશું અને રાજપૂત સમાજની તાકાત બતાવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.