તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો કાંકરિયા કાર્નિવલ નાતાલ દરમિયાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લેતા હોય છે. કાંકરિયા કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોનું મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે.
સાત દિવસના કાંકરિયા કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમોનું આકર્ષણ રહે છે, પરંતુ તેની સામે મોટા પાયે ખર્ચ નાણાનો થાય છે. બુધવારથી એટલે કે 25થી 31 ડિસેમ્બરના સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી થશે. 2008માં દોઢ કરોડ જેટલો ખર્ચ કરાયો હતો. પરંતુ ત્યારબાદ આ ખર્ચોમાં ઘટાડો થયો છે તવું તંત્ર દ્વારા જણાવી રહ્યું છે. પરંતુ સૂત્રોનું માનીએ તો, AMC આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પાછળ પાંચ કરોડ સુધીનો ખર્ચ કરશે.
કાંકરિયા કાર્નિવલના ખર્ચની વાત કરવામાં આવે તો, સાયરામ દવે, ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર વગેરે જેવા કલાકારોને બોલાવવામાં આવ્યા છે. જે બદલ કલાકારોને 50 હજારથી પાંચ લાખની સુધીની રકમ ચૂકવવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં મોટાપાયે લાઈટીંગ વડે શણગારવામાં આવે છે, જે કારણે 40થી 50 લાખ જેટલું ખાલી ઇલેક્ટ્રિક બિલ જ આવે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ પણ મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે. જેનો કોન્ટ્રાક્ટ હસ્તીઓ વીડિયો ટાઈમ્સને આપવામાં આવ્યો છે. સાઉન્ડ અને ડેકોરેશન પાછળ બે કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવશે. આ બધા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.