ETV Bharat / city

AAPના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી - કાલુપુર પોલીસ

આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રી મિત્ર સાથે કારમાં બેઠા હતા અને સ્થાનિક ત્રણ લોકોએ તેમની ઝઘડો કર્યો હતો. ત્યારબાદ હત્યા થઈ હોવાનું સામે આવતા કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

AAPના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી

author img

By

Published : Jan 9, 2021, 8:47 AM IST

  • AAP નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોતનો મામલો
  • કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
  • આરોપી હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ
    AAPના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી
    AAPના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદઃ અમદાવાદના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઈ હતી તે અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. ઉમેદસિંહ ચાવડાની હત્યાના ઘટનામાં સાત લોકો વિરુદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. આમાં સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે, 30-12-2020 ની રાત્રે એટલે કે બનાવની રાત્રે મૃતક સાથે કોની કોની હાજરી હતી. આમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રના નામ સામે આવ્યા હતા. જેમની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. આથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે ગયા હતા અને કારમાં બંનેની મુલાકાત ચાલી રહી હતી.

સ્થળ પરના CCTVના આધારે આરોપી વિરૂદ્ધ નોંધી ફરિયાદ?

આ સમયે હનીફ, ફારૂક અને મુનાફે આવીને કારનો દરવાજો ખખડાવ્યો હતો, જેને લઇને મૃતક ઉમેદસિંહ ચાવડા અને હનીફ , ફારૂક અને મુનાફ વચ્ચે મારામારી થઈ હતી. આમાં મૃતકને ઈજા હતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઈજા પહોંચ્યા બાદ આરોપીઓ જ તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હોવાનું એસીપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. કાલુપુર પોલીસે આ હત્યાના બનાવ સંબંધે સાક્ષી એવા મહિલા મિત્ર અને અન્ય બે મિત્રોના નિવેદન નોંધીને સ્થળ પરના સીસીટીવી કબજે કરી આરોપી વિરુદ્ધની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.